________________
૫૪૦
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને એ શત્રુઓને કેઈ હણી શકે એવું બને નહિ. મિથ્યાત્વાદિ રૂપ પિતપતાના શત્રુઓને હણવાને પુરૂષાર્થ તે, દરેકે પોતે જ કરવું જોઈએ. આથી, શ્રીમાન મહાવીર મહારાજાને આત્મા એવા ભાવમાં ઉત્કટપણે તરબળ બની ગયું કે-જે મારામાં શક્તિ આવી જાય, તે હું સારા ય જગતના જીવને સમજાવી દઉં કે તમારા ખરેખર શત્રુઓ મિથ્યાત્વાદિ રૂપ જ છે. અને એમ સમજાવીને, એ બધાને એ મિથ્યાત્વાદિ રૂપ શત્રુઓને હણી નાખવાને જે સાચો ઉપાય, તે ઉપાયનું જ્ઞાન કરાવીને, એ બધાને એ ઉપાયના આચરણના જ એક માત્ર રસિક બનાવી દઉં!” આવી ભાવદયાની ઉત્કટતાના વશે, શ્રીમાન મહાવીર મહારાજાના આત્માએ શ્રી તીર્થંકરનામકર્મને નિકાચિત કર્યું. શ્રી તીર્થંકરનામકર્મની નિકાચનાના પ્રતાપે જ, એ આત્મા શ્રીમાન મહાવીર મહારાજા તરીકેના ભવમાં, પિતાના મિયાત્વાદિ રૂપ શત્રુન્યને મૂળમાંથી જ નાશ કરી નાખનારે બન્યા બાદ, આ શ્રી ભગવતીજી સૂત્રને અથવા તે કહે કે દ્વાદશાંગીને, મિથ્યાત્વાદિ રૂપ શત્રુસૈન્યના નાશને માટે, નિયુક્ત કરી શક્યો. એટલે શ્રીમાન મહાવીર મહારાજાએ જે નિજન કરેલું છે, તે પિતાના શત્રુસૈન્યના નાશને માટે નહિ પણ આપણા જેવાના મિથ્યાત્વાદિ રૂપ શત્રુન્યના નાશને માટે જ કરેલું છે. આ શ્રીમાન મહાવીર મહારાજાને આપણા સર્વે ઉપર, જગતના જીવ માત્ર ઉપર અનુપમ ઉપકાર છે, પણ એ ઉપકારને ઉપકાર તરીકે સમજાય છે ને ? મિથ્યાત્વનું ગ્રુપણું :
શ્રીમાન મહાવીર મહારાજાએ જગતના જીવ માત્ર ઉપર