Book Title: Bhagwati Sutra Vyakhyan Sangraha Part 02
Author(s): Sudharmaswami, Vijaylabdhisuri
Publisher: Chandulal Jamnadas Shah

View full book text
Previous | Next

Page 568
________________ ૧૩૪ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાન જ પ્રયત્નશીલ બનવા જેવું છે ’–એવી વાતને, સાંભળનારાએ રૂચિપૂર્વક સાંભળે. એમાં ય, શ્રોતાઓને જે એ વાત હેતુઓ આપીને સમજાવવામાં આવે કે તમારી જેવા સુખની ઇચ્છા છે, તે ઈચ્છા મેાક્ષને પામ્યા વિના બર આવે તેમ છે જ નહિ; આત્માની બીજી કોઈ જ અવસ્થા વિશેષ એવી નથી, કે જે અવસ્થામાં તમે એકાન્તિક અને આત્યન્તિક સુખની તમારી ઇચ્છાને પરિપૂર્ણપણે સફળ કરી શકેા; માટે તમારે મેાક્ષને માટે જ પ્રયત્નશીલ બનવું જોઈ એ. ’તે એથી શ્રોતાઓની રૂચિ ઓર વધી જવા પામે. એટલી સમજ આપ્યા પછીથી, મેાક્ષમાર્ગને સ્વતન્ત્રપણે કેણ દર્શાવી શકે, એ વિગેરે વાતાને હેતુએ આપીને જણાવવામાં આવે, તા શ્રોતાઓને સમ્યગ્દર્શનની પ્રાપ્તિ સુલભ બને તેમ જ મેાક્ષમાર્ગની આરાધનાની ઈચ્છા પણ પ્રબળ અને. એવા જીવાને માક્ષમાર્ગનું નિરૂપણ બહુ ગમે અને તેમાં પણ કેમ પ્રાણાતિપાતવિરમણુ આફ્રિ ત્રતાનો સ્વીકાર કરવા જેઈ એ અને વ્રત લઈને તેનું પાલન કરવા સાથે કેમ તપ કરવા જોઇએ, એ વિગેરે વાતા હેતુએ આપીને કહેવાય તા શ્રોતાઓ ઉપર ક્રમશઃ ચઢીયાતા ઉપકાર કરવાના લાભને પામી શકાય. હેતુગમ્યમાં હેતુ ન અપાય તેા પાપ પલ્લે પડે : આ રીતિએ હેતુએ આપીને વાતા કરી હોય, તા આજ્ઞાગ્રાહ્ય ખાખતાને આજ્ઞાગ્રાહ્ય તરીકે સ્વીકારાવવામાં મુશ્કેલી નડે નહિ. ધર્મદેશનાના વિધિ જ એ છે કે—જ્યાં સુધી શકય હોય ત્યાં સુધી હેતુએ આપીને તત્ત્વસ્વરૂપનું નિરૂપણ કરવું જોઇએ અને જે ખાખતા માત્ર આનાગ્રાહ્ય જ હોય તેમાં

Loading...

Page Navigation
1 ... 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592