________________
બીજો ભાગ-શાસ્ત્રપ્રસ્તાવના
૫૩૩ ચીજ છે કે-વાપરતાં આવડે તે શસ્ત્રવાળે પોતાનું રક્ષણ કરી શકે અને દુશમનને મારી શકે, જ્યારે વાપરતાં ન આવડે તે એ જ શસ્ત્રથી પોતે મરેને દુશમન ફાવે. અને દુરૂપયેગ પણ થાય અને સદુપયેગ પણ થાય તે હેતુઓ આપવાની આવડત તારેય ખરી અને મારેય ખરી. શ્રી ભગવતીજી સૂત્રમાં જે હેતુઓ આપવામાં આવ્યા છે, તે સત્ય તત્ત્વસ્વરૂપને, સાચા માર્ગને બતાવવાને માટે આપવામાં આવ્યા છે. હેતુઓ આપીને કમશઃ ચઢીયાતા ઉપકાર સાધી શકાય?
આ ઉપરથી એ વાત પણ ધ્યાનમાં રાખવાની છે કેમાણસે પિતાની વાત, પિતાની વાત એટલે ભગવાને કહેલી પણ પોતાના મુખે કહેવાતી વાત, જ્યાં સુધી બની શકે
ત્યાં સુધી, હેતુઓ આપવા પૂર્વક કહેવી જોઈએ. જેમ કે“સંસાર અસાર છે.”—એમ કહીને, માત્ર એટલું જ કહેવાય કે–ભગવાને સંસારને અસાર કહ્યું છે, માટે સંસાર અસાર છે, તે એ કહેવું સાચું છે, છતાં પણ એમ કરવું એ ધર્મોપદેશકને માટે ગ્ય નથી. ધર્મોપદેશકે આ સંસારના સ્વરૂપને એવી રીતિએ વર્ણવવું જોઈએ, કે જેથી શ્રોતાઓને લાગે કે–ખરેખર સંસાર અસાર છે. એમ હતુઓ આપીને “સંસાર અસાર છે” એવું સમજાવવામાં આવે, તે એથી સાંભળનારના હૈયામાં ભગવાન પ્રત્યે બહુમાન પેદા થાય છે અથવા તે ભગવાન પ્રત્યેનું બહુમાન વધવા પામે છે. સાંભળનારને એમ થાય કે- ભગવાને જે કહ્યું છે તે સાચું જ કહ્યું છે.” આ જાતિને વિશ્વાસ જન્મ, એટલે “મોક્ષને માટે
૩૪