________________
ભીજો ભાગ શાસ્ત્રપ્રસ્તાવના
'
,,
विविध हेतुहेति समूहसमन्वितस्य । એટલે કે—જયકુંજર હાથી જેમ વિવિધ હેતુવાળા શસ્રસમૂહથી સમન્વિત હાય છે, તેમ આ શ્રી ભગવતીજી સૂત્ર પણ વિવિધ હેતુઓ રૂપ જે શસ્ત્ર, તેના સમૂહથી સમન્વિત છે. હાથીને જ્યારે યુદ્ધમાં મેાકલવાને માટે અથવા તે કહેા કે યુદ્ધમાં લઈ જવાને માટે તૈયાર કરવામાં આવે છે, ત્યારે તેના ઉપરની અખાડીમાં અને તેના ઉપર નખાતા અખ્તરના ભાગમાં શસ્ત્રા મૂકવામાં આવે છે. એ શસ્રા વિવિધ હેતુઓવાળાં હોય છે. પેાતાનું રક્ષણ કરવાના હેતુથી રખાએલાં શસ્રા જૂઠ્ઠાં હેાય છે અને દુશ્મનને મારવાના હેતુથી રખાએલાં શસ્ત્ર જૂઠ્ઠાં હેાય છે. દુશ્મનને મારવાનાં શસ્રામાં પણુ, એવાં પણ શસ્ત્રા હોય છે કે જે શાને ફેંકીને દુશ્મનને મરાય અને એવાં પણ શસ્ત્રા હોય છે કે જે શસ્રાને પેાતાના હાથમાં રાખીને જ દુશ્મનને મરાય. રક્ષક શસ્રામાં પણ એવા બે પ્રકારનાં શસ્રા હોય છે. દુશ્મનના આવી રહેલા શસ્ત્રને અધવચ્ચે જ અટકાવી દે તેવાં શસ્રા પણ હોય છે અને માત્ર પેાતાની પાસે જ રાખીને રક્ષામાં ઉપચાગી બનાવી શકાય તેવાં શસ્રા પણ હોય છે. આમ જયકુંજર વિવિધ હેતુઓવાળાં જે શસ્રા, તેના સમૂહથી સમન્વિત હેાય છે. એ જ રીતિએ, આ શ્રી ભગવતીજી સૂત્ર પણ વિવિધ હેતુઓ રૂપ જે શસ્ત્રા, તેના સમૂહથી સમન્વિત છે. આ શ્રી ભગવતીજી સૂત્રમાં, એકની એક વાતનું પણ, અનેકવિધ અનેક હેતુએથી ખંડન અગર સમર્થન કરવામાં આવેલું છે.
હેતુઓને શસ્ત્રોની ઉપપ્પા વ્યાજગી છે :
૧૩૧
ટીકાકાર મહર્ષિએ હેતુઓને શસ્રો તરીકે ગણાવ્યા