________________
૫૩૨
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને
છે—એવું સાખીત
છે, તેનું કારણ શું ? શસ્ત્રોનું કાર્ય શું ? શસ્ત્રનું કાર્ય મારણ અને વારણ કરવાનું છે, શસ્રનું કાર્ય ઘા મારવાનું છે અને આવતા ઘાને વારવાનું, અટકાવવાનું, નિલ બનાવવાનું છે. હેતુઓ પણ એવી જ રીતિએ કાર્યસાધક અને છે. શાસ્ત્ર એક વાત કહી. વાદી એ વાતમાં આપત્તિ લાવીને મૂકે. એ વખતે શાસ્ત્ર એ પ્રકારના હેતુએ આપે. એક તા વાદીની વાતને નિલ, નિર્મૂલ બનાવી દેનારા હેતુઓ આપે અને બીજા પોતે જે વાત કહી છે તે વ્યાજબી જ કરનારા હેતુ આપે. વાદમાં માત્ર પેાતાની વાતને જ વ્યાજબી ઠરાવ્યા કરવાથી કામ ચાલે નહિ. સામાની વાતને ગેરવ્યાજબી પણ ઠરાવવી પડે. માત્ર પોતાની વાતને ગાયા કરે, એમાં વાદીને નિરૂત્તર કર્યા કહેવાય નહિ. વાદીની વાતને ખાટી ઠરાવવાપૂર્વક પોતાની વાતને સાચી ઠરાવાય, તે તે વ્યાજબી ગણાય. વાદના પ્રસંગ તો, આ રીતિએ હેતુએ માગે જ, પણ તત્ત્વસ્વરૂપનું પ્રતિપાદન, માર્ગનું નિરૂપણ પણ હેતુઓ માગે. અમુક અમુક હેતુઓથી, આ આમ છે—એમ કહેવું પડે અને જો આમ માનવામાં ન આવે તેા શું નુકશાન થાય, એ પણ હેતુએ આપીને સમજાવવું પડે, ખંડન કરવામાં પણ હેતુઓ જોઈ એ અને મંડન કરવામાં પણ હેતુઓ જોઈ એ. સાચી વાતને સાચી તરીકે અને ખાટી વાતને ખાટી તરીકે સાબીત કરવાનું કોઈ સાધન હાય, તે તે હેતુઓ છે, માટે એને શસ્ત્રોની જે ઉપમા અપાઈ છે, તે વ્યાજખી ઠરે છે. સાચી વાતને ખાટી તરીકે સાબીત કરવાને અને ખાટી વાતને સાચી તરીકે સાબીત કરવાને મથનારાઓ પણ, હેતુએ રૂપ શોના ઉપયાગ કરે છે. શસ્ત્ર તા એવી