________________
પર૮
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાન
જૈન શાસનમાં એવા કોઈ રસ હાઇ કે સંભવી શકે નહિ.
અંકુશની ઉપમા યોગ્ય જ છે :
સ્યાદ્વાદને જે અંકુશની ઉપમા આપવામાં આવી છે, તે ચેાગ્ય જ છે. વચન ઉપર સ્યાદ્વાદના અંકુશ આવશ્યક છે. જે વચન ઉપર સ્યાદ્વાદના અંકુશ છે, તે જ વચન વસ્તુતઃ સાચું વચન છે. આ શ્રી ભગવતીજી સૂત્રમાં જેમ જ્ઞાનનયથી વર્ણન છે, તેમ ચરણનયથી પણ વર્ણન છે; જેમ દ્રવ્યાસ્તિકનયથી વર્ણન છે, તેમ પર્યાયાસ્તિકનયથી પણ વર્ણન છે; અને જેમ નિશ્ચયનયથી વર્ણન છે, તેમ વ્યવહારનયથી પણ વર્ણન છે. એ દરેક વર્ણના સાચાં એટલા જ માટે છે કે-એ બધાં ય ઉપર સ્યાદ્વાદ રૂપ અંકુશ છે. આપણે તા, એ નયાની વાતને પરસ્પરની અપેક્ષાએ જ વિચારી છે. પરસ્પર કેવી અપેક્ષા રહેલી છે, તેનું તેના તેના પ્રસંગે સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે. એ સ્પષ્ટીકરણ સ્યાદ્વાદ રૂપ અંકુશને જ આભારી છે. જૈન શાસ્ત્રાનું એકે એક વાકય સ્યાદ્વાદ રૂપી અંકુશથી યુક્ત છે અને એથી શ્રી જૈન શાસ્ત્રાના એક પણ વાકયને મિથ્યાત્વી તરીકે તે જ વર્ણવી શકે, કે જેની બુદ્ધિ મિથ્યાત્વથી ભ્રમિત થવા પામી હોય. પ્રત્યક્ષપણે સ્વાત્ પદ હોય અગર ન પણ હાય, તેા પણ સ્યાદ્વાદીનું વચન સ્થાત્ પદ્મથી લાંછિત જ છે–એમ સમજવું જોઇએ. એ વાત સાચી છે કે– મિથ્યાદૃષ્ટિ જીવ આ સ્વરૂપે સમ્યક એવા શ્રુતના કથનને પણુ, મિથ્યા શ્રુત રૂપે ગ્રહણ કરનારો અને; પણ એટલા માત્રથી જ આ શ્રુતને મિથ્યાત્વી કહી શકાય નહિ; કારણ કે—મિથ્યાર્દષ્ટિ જીવ સમ્યક્ શ્રુતને મિથ્યા રૂપે ગ્રહણ કરે, એમાં દોષ સમ્યક્