________________
બીજો ભાગ—શાસ્રપ્રસ્તાવના
૫૨૭
સ્ત્રી પણ હાઈ શકે અને તારા ભાઈ વિગેરે વિગેરે પણ, હાઇ શકે, તે આ વાતને પણ એ ખરાખર કબૂલ કરી લે. સ્યાદ્વાદની અમેાઘ શક્તિ :
આથી સમજો કે–સ્યાદ્વાદમાં અમેાધ શક્તિ રહેલી છે. પદાર્થ માત્ર અનન્તધર્માત્મક છે. કાઈ પણ પદાર્થ એવા નથી કે—એના અનન્ત ધર્માં ન હાય. હવે જ્યારે વાત થાય,. ત્યારે અનન્ત ધર્મની એક સાથે વાત થઇ શકે નહિ. વાત એક ધર્મની થાય, છતાં અનન્ત ધર્મોને લક્ષ્યમાં રાખી શકાય, પ્રત્યેક પદાર્થના જે અનન્ત ધર્મો છે, તેમાંના કોઈ પણ ધર્મના અપલાપ થવા પામે નહિ અને પદાર્થના કાઈ પણ એક ધર્મની વાત કરવામાં ખોટા ઠરી જવાય નહિ, એ માટે સ્યાદ્વાદ છે. જે કાઈ, પદાર્થના એક અગર અમુક ધર્મની વાત અપેક્ષા વિના કરે, તે તે પદાર્થના બાકીના અનન્તા ધર્મોના અપલાપ કરનારો ઠરીને મૃષાવાદી ઠરે. શ્રી જૈન શાસન સદાને માટે અપેક્ષાથી વાત કરનારૂં છે, આથી તે સત્યવાદી તરીકે પેાતાને જાહેર કરી શકે છે અને અન્ય સર્વ દર્શના અપેક્ષા વિના જ વાત કરનારાં છે, માટે શ્રી જૈન શાસન તેમને અસત્યવાદી તરીકે જાહેર કરી શકે છે. અન્ય દર્શના અપેક્ષા. વિના વાત કરે છે, એને લઈને તેઓ તત્ત્વસ્વરૂપને જેમ યથાર્થપણે વર્ણવી શકતાં નથી, તેમ મેાક્ષ અને મેાક્ષના માર્ગના સંબંધમાં પણ યથાયેાગ્ય અને સુઘટિત નિર્ણય કરી શકતાં નથી. ખાકી પેાતાને સાચા કહેવાના અને મીજાઓને ખાટા કહેવાના, કાંઈ શ્રી જૈન શાસનને રસ નથી. શ્રી જૈન શાસન તા શ્રી વીતરાગ પરમાત્માએ પ્રરૂપેલું શાસન છે, એટલે શ્રી