________________
૫૨૬
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને નિરપેક્ષપણે કહી હોય તો બેટી છે. મુંઝાશે નહિ. હમણાં જ ખૂલાસો થાય છે. આપણે જે “જકારને કાઢવાની વાત કરીએ છીએ, તે નિરપેક્ષ “જકારને કાઢવાની વાત કરીએ છીએ. છેકરે પોતાના બાપને બતાવીને એમ કહે કે-આ મારા બાપા જ છે. તો એમાં જે સત્યતા રહેલી છે, તે તો તમે સમજી શકે છે, પરંતુ એમાં જે અસત્યતા રહેલી છે, તે તમને સમજાવવી છે. એ છોકરાનું અને એ બાપનું, આ સંસારમાં અસ્તિત્વ ક્યારથી? અનાદિકાળથી. એટલા કાળમાં, શું એ બે વચ્ચે માત્ર પિતા-પુત્ર તરીકે જ સંબંધ રહ્યો હશે? બાપ દીકરે ને દીકરો બાપ–એમ નહિ થયું હોય ? પરસ્પર ધણ–ધણીઆણી, ભાઈ-બેન આદિ સંબંધો નહિ થયા હોય? એમ ઘણા સંબંધો થયેલા. એ સંબંધને લક્ષ્યમાં લેનારે, એમ કેમ કહી શકે કે આ મારા બાપા જ છે?” આમ તો ન કહી શકે, પરંતુ એ જ “જકારને સાપેક્ષ બનાવીને એ “આ મારા બાપા જ છે.”—એમ પણ કહી શકે. આ ભવની અપેક્ષાએ બાપા એ બાપા જ છે, એ નિર્વિવાદ વાત છે, માટે આ ભવની અપેક્ષાને રાખીને “જકારને વાપરો હેય વાપરી શકાય, પણ સર્વથા નિરપેક્ષપણે તો “જકારને વાપરી શકાય જ નહિ. જ્યાં સર્વ અપેક્ષાઓને સંગ્રહ કરીને વાત કરવી હોય, ત્યાં તો “આ મારા બાપા પણ છે.”—એમ કહેવું પડે, અથવા તો “આ મારા બાપા જ છે.”—એમ બેલનારે, મનમાં સમજવું જોઈએ કે-આ વાત આ ભવની અપેક્ષાએ છે. આવું સમજીને એ બોલતો હોય, તે એ ખોટો નથી. એને જ્યારે એમ કહેવામાં આવે કે–ભવાન્તરમાં આ તારા પુત્ર પણ હોઈ શકે, તારી પુત્રી પણ હોઈ શકે, તારી