________________
પ૨૪
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને છે. આ શ્રી ભગવતીજી સૂત્રના આરાધકની ત્રણ ભવમાં મુક્તિ થાય છે–એમ જે કહેવાય છે, તે પણ આ શ્રી ભગવતીજી સૂત્રની એક પ્રકારની યશસ્વીતા જ છે, એમ કહેવું જોઈએ.
૨૩–અંકુશ તરીકે સ્યાદ્વાદ:
સ્યાદ્વાદરૂપ અંકુશ
એકવીસમા વિશેષણ તરીકે ટીકાકાર મહર્ષિફરમાવે છે કે
એટલે કે-જયકુંજર જેમ મોટા અંકુશથી વશ કરાએલ હોય છે, તેમ આ શ્રી ભગવતીજી સૂત્ર પણ, સ્યાદ્વાદ રૂપ જે વિશદ અંકુશ, તેનાથી વશીકૃત કરાએલ છે. સ્યાદ્વાદને પ્રતાપ :
સ્યાદ્વાદ એટલે શું? જે તમને ટૂંકમાં અને સ્કૂલ રીતિએ સ્યાદ્વાદને સમજાવવું હોય, તો એમ કહી શકાય કે-કેઈ પણ નાના કે મેટા, નિરૂપણના વાક્યમાંથી “જ”કારને કાઢો અને તેને સ્થાને “પણ”ને સ્થાપે, તેનું નામ
સ્યાદ્વાદ છે. કાર્ અસિત અને ચાકૂ નાસિત વિગેરે પદ્ધતિએ તમે સ્યાદ્વાદને નહિ સમજી શકે, કેમ કે–તમે તેવા ભણેલા નથી. ઉપકારી મહાપુરૂષોએ ચાર્ પદ, એ નિરૂપણ માત્રમાં કેટલું બધું આવશ્યક છે અને ચા પદને પ્રત્યક્ષપણે કે