________________
પર ૨
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાનો નહિ અને પરિણામમાં પલટો પણ આવવા દે નહિ. ગમે તેવી સ્થિતિમાં પરિણામને નહિ પલટાવા દેવાને શક્તિમાન, અપવાદને આશ્રય ન લે, તો તેમાં તેની પ્રશંસા થાય; જ્યારે ખમી શકવાને અશક્ત અને એથી પરિણામોને ટકાવી શકવાની શક્તિ વગરને, જે ઉત્સર્ગમાર્ગને જ વળગી રહે તો દુર્ગાનમાં મરે તથા માર્ગને ચૂકે એવે, જે અપવાદને યથાયોગ્ય રીતિએ આશ્રય લઈને પણ પોતાના ચારિત્રના–રત્નત્રયીની આરાધનાના પરિણામેને ટકાવી લે અને પુનઃ ઉત્સર્ગમાર્ગે આવી જાય તો તેમાં તેની પ્રશંસા થાય. એટલા માટે તે, અપવાદને આચર્યા વિના જ ઉત્સર્ગમાર્ગમાં સુસ્થિર રહેવાને સમર્થ એવા આત્માઓ પણ, પાસે રહીને બીજા તેવા અસમર્થ આત્માઓને અપવાદ સેવડાવે અને તેની એ પ્રકારે રક્ષા કરી લે. તેઓ, અપવાદમાર્ગને યથાગ્ય રીતિઓ અને યથાગ્ય સ્થાને આશ્રય લેનારાઓને નિન્દ નહિ, પરન્તુ “આ રીતિએ પણ તેઓ માર્ગસ્થ બન્યા રહેવાની કેવી કાળજીવાળા છે”—એમ વિચારે. અપવાદમાર્ગને સેવનાર, ઉત્સર્ગમાર્ગના સેવનમાં સત્ત્વ બતાવનારાઓની પ્રશંસા કરે. આ બંને મેળ આવે હોય. અપવાદમાર્ગના અભાવે તે, ઉત્સર્ગમાર્ગને આચરનારાઓને પણ અભાવ થઈ જવા પામે. આથી, શ્રી જૈન શાસન, આ શ્રી ભગવતીજી સૂત્ર ઉત્સર્ગમાર્ગના વાદને અને અપવાદમાર્ગના વાદને ઘષ કર્યા કરે છે.