________________
જો ભાગ—શાસ્ત્રપ્રસ્તાવના
પર૧
નિર્દોષ પાણી મળી શકયું નહિ. નિર્દોષ પાણી મળી શકયું નહિ, માટે તે લાબ્યા નહિ અને તૃષાની પીડા વધવા લાગી.
ગુરૂએ જોયું કેતૃષાની પીડામાંથી આ ભયંકર અનર્થને પામશે. આથી તેમણે કહ્યું કે—સયમની સાધનાને અને સંયમના પરિણામાને હાનિ પહોંચે નહિ, એ માટે થાડા ઢાષાવાળું પણ જલ લઈ લેવું એ ઉચિત છે.’
શિષ્યના હૈયામાં આચારશુદ્ધિની ખૂમારી હતી. તેણે કહ્યું કે- એવી શિથીલતા ન જોઇએ. ’
ગુરૂએ ગમ ખાધી, ઉપાય નહાતા માટે, તેઓએ વિહારને લખાવ્યેા. અહીં તરસની પીડા વધતી ચાલી.
તરસની પીડા વધતે વધતે શિષ્યના પરિણામે। પલટાયા. જેવું મળે તેવું પણ પાણી પીઈ લેવાનું મન થઈ ગયું. ધીમે *ીમે તે ગુરૂથી થાડા પાછળ પડ્યો. એટલામાં, એક નદી આવી. પેલા શિષ્ય ઉતરતાં ઉતરતાં કાચું તથા અણુગળ પાણી ખાખામાં લઈને પીવા પણ માંડ્યો.
ગુરૂને કલ્પના જ હતી. તેમણે પાછું વળીને જોયું અને કહ્યું કે – અલ્યા કાચું પાણી તે પીધું, પણ એને ગાળવાનું ચ ભૂલી ગયા ??
આમ અપવાદના સ્થાને અપવાદને નહિ સેવતાં, ઉત્સર્ગને વળગી રહેનારા ચેલા ચારિત્રથી ચૂકયો; નષ્ટ—ભ્રષ્ટ થઈ ગયા. સમર્થ પણ અસમર્થને અપવાદ સેવડાવે
અપવાદનું સ્થાન નક્કી કરવામાં, વ્યક્તિના પરિણામેા તરફ, શક્તિ તરફ, સંયેાગા તરફ જોચા વિના ચાલે નહિ. એવા પણ સત્ત્વશીલ આત્માઓ હોઈ શકે છે, કે જે અપવાદને આચરે