________________
૫૨૦
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને આચરણીય ઉત્સર્ગમાર્ગની બધી ય વિગતે તમને કહેવી હોય તે કહેવાય, પણ અપવાદમાર્ગની બધી વિગત તમને કહેવાય નહિ. સાધુપણામાં પણ બધાને અપવાદમાર્ગનાં દર્શક સૂત્ર વિગેરે ભણાવી શકાય નહિ. અતિપરિણત ને અપરિણત-બય, અપવાદમાર્ગને જાણવાને માટે નાલાયક છે. બહુ જ સુયોગ્ય અને વિચક્ષણ એવા સાધુઓને જ અપવાદમાર્ગનાં પ્રદર્શક સૂત્રે આપી શકાય છે. તેમાં કહેવું પડે કે-અતિચારે જેમ સેવવાને માટે નથી, પણ જાણવાને માટે છે અને જાણીને અવસરે વ્રતભંગથી બચી જવાને યોગ્ય ઉપાય પેજી શકાય એ માટે છે, તેમ અપવાદે પણ આચરવાને માટે નથી, પણ જાણવાને માટે છે અને જાણીને અવસરે વ્રતભંગથી બચી જવાને ગ્ય ઉપાય યોજી શકાય એ માટે છે.” ઉત્સર્ગમાર્ગને વિસારીને, એની ઉપેક્ષા કરીને, એનાથી બેદરકાર બનીને જે અપવાદમાર્ગને આશ્રય લે, તે આરાધક નથી, પણ વિરાધક છે. આથી, તમે એ વાત સમજી શક્યા હશે કે-અપવાદમાર્ગનું વિધાન કરવામાં પણ, લક્ષ્ય તે ઉત્સર્ગમાર્ગની રક્ષાનું જ છે. ઉત્સર્ગને જ વળગવાથી અશક્ત નષ્ટ-ભ્રષ્ટ થાય ,
એ વાત પણ સમજી લેવી જોઈએ કે-ઉત્સર્ગમાર્ગના એવા આગ્રહી નહિ બનવું જોઈએ, કે જેથી અપવાદમાર્ગને સ્થાને પણ અપવાદમાર્ગને નહિ સેવતાં, ઉત્સર્ગમાર્ગના આગ્રહને પ્રતાપે ચારિત્રના પરિણામની હાનિ થવા પામે અને ચારિત્રમાર્ગની વિરાધનાની દિશામાં મૂકાઈ જવાય. એક ગુરૂ-શિષ્યનું ઉદાહરણ આવે છે. વિહાર કરતા તેઓ એક ગામમાં ગયા. શિષ્ય પાણી માટે આખા ય ગામમાં ફરી વળે, પણ ક્યાંયથી