________________
૫૧૮
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાનો એમ રાત્રિ પસાર થઈ ગઈ અને સવાર થઈ રાજા રાણીને લઈને પ્રધાને, સામંતો અને નગરજનોની સાથે કામદેવના મંદિરની પાસે આવ્યા. સૌને તેણે કહ્યું કે-“જૈન સાધુ કેવા બદમાશ હોય છે, તે જુઓ.”
આમ કહીને, તેણે કામદેવના મંદિરનું દ્વાર ખોલાવ્યું. જેવું દ્વાર ખૂલ્યું કે તરત જ “અહીલેક” કરતો બા બહાર આવ્યો. સૌએ જોયું કે-આ જૈન સાધુ નથી, પણ બાવે છે.
રાજ તો દિમૂઢ બની ગયું. એણે અંદર તપાસ કરાવી તે વેશ્યા સિવાય કેઈ ત્યાં હતું નહિ. રાણીએ કહ્યું કે“મહારાજ ! આપ કહેતા હતા ને કે જૈન સાધુ છે? જૈન સાધુ, તમે ધારે છે એવા હોય જ નહિ.”
રાજા કાંઈ છે નહિ. રાજભવને આવીને રાજાએ પિલા ગુપ્તચરને બોલાવ્યો. તેને પૂછીને ખાત્રી કરી કે-જૈન સાધુને લઈ જવામાં તો કઈ ભૂલ થવા પામી હતી જ નહિ. પછી રાજાએ વેશ્યાને બોલાવીને રાત્રિને વૃત્તાન્ત પૂછી જે. વેશ્યાએ જે બન્યું હતું તે જ યથાર્થપણે કહ્યું અને એથી રાજાના હૈયામાં, રાજાની સારી ભવિતવ્યતાના યોગે, પશ્ચાત્તાપને ભાવ જ. એમાંથી, તે રાજા તેની રાણીના પ્રયત્નથી મિથ્યા ધર્મને ત્યાગી અને સદુધર્મને રાગી બને.
હવે તમે એ બાબતને વિચાર કરે કે-એ સાધુ મહાત્માએ રાતના અગ્નિને સ્પર્શવામાં અને સંયમપકરણોને સળગાવી મૂકવામાં તેમ જ સાધુને બદલે બાવા તરીકે જાહેર થવામાં, ધર્મને મૂક્યો ગણાય કે ધર્મને રાખ્યો ગણાય? એમણે માર્ગની વિરાધના નથી કરી, પણ માર્ગની આરાધના કરી છે. એવી આરાધના કરી છે કે-એ માર્ગમાં રહ્યા અને