________________
બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
૫૧૭
કરી નાખ્યું હતું. કેમ ? પિતાની એવી જ આજ્ઞા હતી. એમાં જ, પિતાની આબરૂનું રક્ષણ હતું. એમાં જ, કુટુંબની સલામતી હતી. શ્રીયક જે એમ કરે નહિ, તે આખા કુટુંબને માથે સર્વનાશ ઉતરે તેવું હતું અને એના પિતાની ભારે બદબાઈ થાય તેવું હતું. વાત છેટી હતી, રાજાની ગેરસમજ જ હતી, પણ પરિણામ તો એવું જ આવે એમ હતું, માટે પિતાએ ઘણું સમજાવીને શ્રીયકને આજ્ઞા કરી હતી અને શ્રીયકે ભરસભામાં તેના પિતાના ઘડને ને માથાને પિતાની તલવારના ઝાટકાથી જૂદાં કરી નાખ્યાં હતાં. આવું ઘેર કર્મ કરનારને પિતૃભક્ત કહેવાય ? તમે “હા” જ કહેવાના.
આવી જ રીતિએ, યથાયેગ્ય સ્થાને અને યથાયોગ્ય રીતિએ અપવાદમાગનું આલમ્બન ગ્રહણ કરનારને પણ આરાધક જ કહેવાય. એવા પ્રસંગોમાં માત્ર બાહા કિયાને ન જેવાય, પરંતુ બાહ્ય ક્રિયાના વિપરીતપણાની ઉપેક્ષા કરીને, આન્તરિક પરિણામે તરફ લક્ષ્ય અપાય. આપણે ત્યાં જે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ ને ભાવને જોવાનું વિધાન છે, તેને આવી રીતિએ અનુસરવાનું છે. મોક્ષમાર્ગની આરાધનાને અને પ્રભાવનાને બાધ ન પહોંચે, વિપરીત સંગેની વચ્ચે પણ મોક્ષમાર્ગની આરાધનાને અને પ્રભાવનાને ચાલુ રાખી શકાય, એ માટે જ, અપવાદમાર્ગનું પણ ઉત્સર્ગમાર્ગની જેમ વિધાન કરવામાં આવ્યું છે.
પેલા સાધુ મહાત્મા ય આખી રાત જાગતા રહ્યા અને વેશ્યા પણ આખી રાત જાગતી રહી. સાધુ મહાત્માએ વેશ્યાની સામે ફરીથી જોયું પણ નહિ અને વેશ્યા તે મુખ્યત્વે સાધુ મહાત્માને જ જોતી રહી, કારણ કે-સાધુ મહાત્માના હૈયામાં કશે જ ડર હતું નહિ, પણ વેશ્યાના હૈયામાં ડર જરૂર હતે.
૩૩.