________________
૫૧૬
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને હોઈ શકે ?
તમને અપવાદમાગને ખ્યાલ આપવાને માટે આ વાત થાય છે. અપવાદમાગે ચાલવા છતાં, ઉસૂત્રમાર્ગથી તદ્દન ઊલટા પ્રકારની ક્રિયા કરવા છતાં પણ, આરાધના જ થાય અને વિરાધના ન થાય, એ કથનને સમજાવવાને માટે આ વાત છે. અપવાદને અસ્થાને અગર તો ખોટી રીતિએ સેવે, તેની આ વાત નથી. અપવાદના સ્થાને જ અપવાદને સુગ્ય રીતિએ સેવે, તેની આ વાત છે.
પેલા સાધુ મહાત્માએ તો એક માત્ર લંગોટી લગાવી દીધી અને બાવાઓના દંડ જેવો દંડ બનાવી લીધું. એ સિવાયનાં સઘળાં ય સંયમનાં ઉપકરણોને સળગાવી મૂક્યાં.
એને સળગાવી મૂકીને, એની જે રાખ પડી, તે રાખને પાછી પિતાના આખા ય શરીરે ચોળ્યા કરી.
આવા પ્રસંગને વર્ણવવાનું કે વાંચવાનું જો ઉત્સર્ગમાર્ગની સાથે અપવાદમાગને નહિ જાણનારાના હાથમાં આવી જાય, તો એ કરે શું? મહા આરાધક એવા એ સાધુ મહાત્માને, એ તે મહા વિરાધક જ માને અને કહે ને ? કેવળ વ્યવહાર નયને વળગનારા અને નિશ્ચય નયને નહિ જાણનારા, નહિ માનનારા કિયાજડે આવા પ્રસંગે થાપ જ ખાઈ જાય. એટલે વ્યાખ્યાનને અધિકાર ઉત્સર્ગમાર્ગ તથા અપવાદમાર્ગ–ઉભય માર્ગોના જાણકાર ગીતાર્થોને અપાયો છે, તે યોગ્ય છે ને ?
વ્યવહારમાં તો તમને આવી વાતો ઝટ સમજાય છે. તમને શકટાલ મંત્રીના પ્રસંગની તો ખબર હશે. શ્રીયક, એ શકટાલ મંત્રીને પિતૃભક્ત પુત્ર હતો અને એ જ શ્રીયકે ભરસભામાં, રાજાની હાજરીમાં, એના પિતાનું માથું ધડથી જુદું