________________
બીજો ભાગ-શાસ્ત્રપ્રસ્તાવના
૫૧૫ સાધુ મહાત્માને પોતાની આંખ ઉપર કેટલો ગજબને કાબૂ? એ કાબૂ એમ ને એમ આવ્યું હશે? વિષય પ્રત્યે એમણે કેટલો વેષ કેળવ્યું હશે? બહાર એ પિતાની આંખને કેટલી બધી કાબૂમાં રાખીને ફરતા હશે? મન ઉપર કાબૂ બન્યો રહે, એ માટે આંખ ઉપર કાબૂ જરૂરી છે. જેની આંખ કાબૂ બહાર જાય, તેના મનને બગડતાં વાર લાગે નહિ.
વેશ્યા તો એક ખૂણામાં લપાઈ ગઈ. પછી સાધુ મહાભાએ ત્યાં જે દીપક હતું, તેને ઉપયોગ કર્યો. આ અપવાદમાર્ગનું આલંબન છે. અગ્નિના સ્પર્શ માત્રને પણ મનથી, વચનથી અને કાયાથી, કરવા રૂપે પણ ત્યાગ કરી ચૂકેલા, કરાવવા રૂપે પણ ત્યાગ કરી ચૂકેલા અને કરનાર-કરાવનારને સારા માનવા રૂપે પણ ત્યાગ કરી ચૂકેલા–અગ્નિના સ્પર્શના પણ ત્યાગની આવી ભીષણ પ્રતિજ્ઞાવાળા એ સાધુ મહાત્માએ દીપકને અડીને, પોતે ધારણ કરેલાં વસ્ત્રને એક પછી એક એમ સળગાવવા માંડ્યાં.
અગ્નિને સ્પર્ધો અને સળગાવે છે શા ને ? સંયમનાં ઉપકરણોને ! સાધુથી અગ્નિને સ્પર્શાય ? સામાન્ય રીતિએ એમ જ કહેવાય કે-“સાધુથી અગ્નિને સ્પર્શાય જ નહિ.” અને એ સાધુ મહાત્મા અગ્નિને સ્પર્શીને પણ સળગાવી મૂકે છે શાને? સંયમનાં ઉપકરણોને ! સંયમનાં ઉપકરણોનાં સન્માન કરાય કે સંયમનાં ઉપકરણને સળગાવી મૂકાય? સંચમીની વાત તો દૂર રહી, પણ જે સંયમી નથી, તેણે ય સંયમનાં ઉપકરણનું સન્માન જ કરવું જોઈએ. સામાન્ય સંગોમાં સંયમનાં ઉપકરણનું અબહુમાન પણ હાનિ કરે છે, તો સંયમનાં ઉપકરણને સળગાવી મૂકવાની વાતમાં તો કહેવાનું જ શું