________________
બીજો ભાંગશાસ્ત્રપ્રસ્તાવના
૫૧૩
હોવી જોઇએ કે જેમને એના ધર્મ ન ગમતા હોય, તેમને પણ એ તે ગમતી જ હોય. એના ધર્મની અવગણના કરનાર સ્વજને પણ, એને માટે તે એમ જ કહે કે— વહુ તે વહુ જ કે છે.’ દરેક સ્ત્રીએ પેાતાના પત્નીધર્મને આ રીતિએ અદા કરવાના પ્રયત્ન કરવા જોઇએ. પત્ની અનવું નહિ ને સંસારને તજી દેવા, એ સારૂં છે; પણ પત્ની બનવું જ પડે તેા પત્ની મની જાણવું જોઇએ. પત્નીને પત્ની બનતાં આવડે, એમાં એના ધર્મની પ્રશંસા થાય અને પત્નીને પત્ની બનતાં આવડે નહિ, એમાં એના ધર્મની નિન્દા થાય. પરન્તુ ખરી વાત એ છે કે-જે ખાઇએના હૈયે સમજપૂર્વકની ધર્મશીલતા હોય છે, તે વિવેકિની જ હોય છે અને જેવિવેકી હેાય, તે અનુચિત વર્તનથી આઘા રહેવાની કાળજી રાખ્યા વિના રહે નહિ. વિવેકી જ તે કહેવાય, કે જે ઔચિત્યના આદરવાળા પણ અવશ્ય હેાય. આ રાણી તા પરમ વિવેકવતી હતી, એટલે ધર્મ સિવાયની બાબતમાં તે પેાતાના પતિ રાજાને સર્વથા અનુકૂળપણે વર્તતી. આથી જ, રાણીના હૈયામાં ખીલ્કુલ ચેન નહિ હાવા છતાં પણ, રાજા એ રાત્રિ એ રાણીની સાથે સુખચેનમાં પસાર કરી શકયો. રાણી એટલી ગંભીર હતી કે રાજાને ખબર પણ પડી નહિ કે-રાણીનું મન બેચેન છે.
અહીં રાજા–રાણીની રાત્રિ આ રીતિએ પસાર થઈ, ત્યારે કામદેવના મન્દિરમાં રાત્રિ કેવા પ્રકારે પસાર થઈ, તે આપણે જોઇએ. આ ઉદાહરણ જે હેતુથી લેવામાં આવ્યું છે, તે હેતુ ત્યાં રહેલા છે.
રાજાના માણસ, પેલા ગીતાર્થ સાધુ મહાત્માને કામદેવના મન્દિરમાં લઈ જઈને, એકદમ મન્દિરનું દ્વાર બંધ કરી