________________
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાનો
૫૧૨
રાત ચેન પડયું નિહ.
રાજાએ પેાતાના મંત્રીઓને, સામતાને અને નગરજનાને પણ કહેવડાવી દીધું કે‘ સવારે રાજા નગરની બહારના કામદેવના મન્દિરમાં રાત રહેલા જૈન સાધુને જોવાને માટે જવાના છે, માટે સર્વેએ ત્યાં સાથે આવવું.
"
આટલી વ્યવસ્થા કરીને, રાજાએ એ જ રાણીની સાથે ાખી રાત્રિ સુખચેનમાં પસાર કરી. રાણી જેવી ધર્મશીલ હતી,તેવી જ પતિભક્તા પણ હતી. ધર્મની વાત સિવાય, પતિને કોઈ પ્રકારે પ્રતિકૂળ થાય—એવું વર્તન એ કદી પણ કરતી નહિ. રાજાની ધાર્મિક સિવાયની એકે એક ઇચ્છાઓને તે અનુસરતી હતી. રાજાના કહ્યા વિના પણ, રાજાના ઈંગિતાકાર માત્રથી તે રાજાના અભિપ્રાયને સમજી જતી અને તેને જ અનુસારે વર્તન કરતી. એના હૈયામાં પણ રાજા પ્રત્યે દુર્ભાવ નહેાતા, પરન્તુ રાજાને મિથ્યા ધર્મની જાળમાંથી છેડાવીને, તેને સભ્યશ્વર્સમાં સ્થાપિત કરવાના ભાવ હતા. રાણી આવી રીતિએ એક પરમ પતિભક્તાને શેાલે એવા વિનયાચારથી વર્તતી હતી, માટે જ રાજાની પાસે ધર્મની બાબતમાં જરા ય નમતું નહ મૂકવા છતાં પણુ, રાણી પેાતાના સ્થાનનું માન જાળવી શકી હતી તેમ જ રાજાના હૈયામાં પણ તે પાતાનું સ્થાન સારી રીતિએ જમાવી શકી હતી. એ રાણીને જેમ ધર્મને વળગી રહેતાં આવડતું હતું, તેમ સુશીલ પત્ની તરીકે કેમ વર્તવું જોઇએ એ પણ આવડતું હતું. સદ્ધર્મના નામે પણ જો ખાઈ પત્નીધર્મને ચૂકે, તા એમાં એ ધર્મની પ્રભાવના કરનારી બનવાને બદલે, ધર્મની વિરાધના કરનારી અને છે. ધર્મશીલ ખાઈ તા, પોતાનાં સર્વ સ્વજના ઉપર એવી છાપ પાડનારી