________________
બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
૫૧૯
પિતાની બદનામીના ભેગે માર્ગની થનારી બદનામીને બરબાદ કરી નાખી. અપવાદમાર્ગની ક્રિયા પ્રત્યે અણગમો હેય : " ઉત્સર્ગમાર્ગ આરાધનાને માટે છે અને અપવાદમાર્ગ આરાધનાની રક્ષાને માટે છે. રત્નત્રયીને આરાધનારને, રત્નચીની આરાધનાની અભિલાષાવાળાને,ક્રિયા તરીકે ક્રિયા તે ઉત્સર્ગમાર્ગની જ ગમે. એની રૂચિ ઉત્સર્ગમાર્ગની ક્રિયામાં હાય; જ્યારે અપવાદમાર્ગની ક્રિયામાં તો એની અરૂચિ હોય. અપવાદમાર્ગની ક્રિયાથી ક્યારે છૂટાય-એવું દિલ થયા કરે અને ઉત્સર્ગમાર્ગની ક્રિયા ક્યારે થાય એવું દિલ થયા કરે. ઉત્સર્ગમાર્ગની ક્રિયા હિંસાદિકથી રહિત હોય અને અપવાદમાર્ગની ક્રિયા હિંસાદિકથી સહિત હેય; તેમ છતાં પણ, ઉત્સર્ગમાર્ગની ક્રિયા કરનારના હૈયામાં જે અહિંસાને પરિ. ણામ હેય, તે જ અહિંસાને પરિણામ અપવાદમાર્ગની ક્રિયા કરનારના હૈયામાં પણ હોય. કદાચ અપવાદમાર્ગની ક્રિયા વખતે અહિંસાને પરિણામ વધારે જોરદાર બને, એમ પણ બને; કારણ કે-લક્ષ્ય અહિંસા તરફ છે અને આંશિક હિંસાવાળી પણ જે ક્રિયા કરવી પડે છે, તેના પ્રત્યે અણગમે છે. આમ હોવાના કારણે, અપવાદમાર્ગને આચરનારા, યથાસ્થાને અને યથાગ્ય પ્રકારે અપવાદમાર્ગને આચરનારા, ઉત્સર્ગમાર્ગના આચરનારાની જેમ જ ભગવાનની આજ્ઞાના આરાધક છે, પણ ભગવાનની આજ્ઞાન વિરાધક નથી. અપવાદ બચવાને માટે છેઃ
આમ છતાં ચ, સર્વસામાન્ય રીતિએ ઉપદેશ્ય અને