________________
૫૧૦
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને તીરનું કામ કર્યું, પણ તે ઊલટા પ્રકારે. સંન્યાસિની વ્યભિચારિણી પૂરવાર થઈ હતી, તેથી એ વિષે તો કાંઈ બેલાય તેમ નહોતું, પણ રાજાએ કહ્યું કે “જન સાધુ કેવા ભંડા હેય છે, તે હું તને દેખાડી આપીશ.” એ જ વખતે રાજાએ મનમાં ગાંઠ વાળી કે-“જે તક મળે તો જૈન સાધુની બદમાશ તરીકેની ખ્યાતિ થાય એવું કાવતરું રચવું.”
રાજાએ પોતાના એક અતિ વિશ્વાસપાત્ર માણસને કહી રાખ્યું કે-કઈ જૈન સાધુ આપણા નગરમાં આવે, તો તેની તપાસ રાખજે અને મને ખબર આપજે.”
કેટલાક દિવસો બાદ, કેઈ એક ગીતાર્થ સાધુ વિહાર કરતા કરતા એ નગરે આવ્યા. તે સાધુ એકલા જ હતા. જે ગીતાર્થ હોય, તે એકલા પણ વિચરી શકે. એકલાને મુશ્કેલી તો ખરી જ.
પેલા માણસને જેન સાધુ આવ્યાની ખબર પડી, એટલે રાજાને તેણે ખબર આપી. હવે રાજાએ પયંત્ર ગોઠવ્યું.
રાજાએ તેને કહ્યું કે-“નગર બહાર જે કામદેવનું મન્દિર છે, તેમાં પલંગ, ગાદી, દારૂ, આરીસો, દી અને સૌન્દર્યનાં અમુક અમુક સાધને મૂકાવી દે. આપણા નગરની વેશ્યાને કહી દે કે-આજની રાત તેણીએ કામદેવના મન્દિરમાં રહેવાનું છે અને એની બધી કળા અજમાવવાની છે. આટલી વ્યવસ્થા, કરીને તારે જૈન સાધુની પાસે જવું. એ સાધુને ગમે તેમ સમજાવીને અગર ગમે તેવું નિમિત્ત શોધી કાઢીને પણ, સંધ્યાકાળે એ કામદેવના મન્દિરમાં લઈ જવા અને જેવા તે અંદર પેસે કે તરત જ મન્દિરનું બારણું બંધ કરી દેવું અને બહાર તાળું મારી દેવું. તાળું માર્યા પછી, મારી પાસે