________________
૫૦૮
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાનો વિરાધના ન ગણાય પણ આરાધના ગણાય, એમ આપે કહ્યું તે સમજાયું નહિ. એનું વિશેષ સ્પષ્ટીકરણ થાય તો સારું.
એ માટે એક ઉદાહરણ જ જોઈએ. કેઈ એક રાજા ગાઢ મિથ્યાદષ્ટિ હત; અને જે મિથ્યાત્વમાં તે દઢ હતું, તેવી જ તેની રાણ સમ્યકત્વમાં દઢ હતી. રાજા અને રાણી વચ્ચે એ બાબતમાં કેટલીક વાર વાતો થતી, પણ રાજા રાણીને તેણીની માન્યતાથી ચળાવી શકતો નહિ, તેમ રાણી રાજાને પણ તેની માન્યતાથી ચળાવી શકતી નહિ. બન્ને પતિપિતાને માન્ય ધર્મને અનુસરનારાં ત્યાગીઓની પ્રશંસા કર્યા કરતાં.
એમાં, એક વાર કેઈ સંન્યાસિની એ નગરમાં આવી. બાલબ્રહ્મચારિણી, બુદ્ધિશાલિની અને બેધ દેવામાં કુશળ એવી તે સંન્યાસિનીએ નગરમાં આવીને ભારે આકર્ષણ જમાવ્યું. રાજા અને સઘળે ય નગરલોક એના તરફ વળી ગયે. જૈન સાધુ-સાધ્વી એ નગરમાં આવે, તો તેમને આહાર-પાણી મળવાં પણ મુશ્કેલ પડી જાય, એવી સ્થિતિ પેદા થઈ જવા પામી. રાણીના હૈયાની વેદનાને પાર રહ્યો નહિ.
અધુરામાં પૂરું રાજા રાણીની પાસે વારંવાર એ જ સંન્યાસિનીની વાત કરતો એટલું જ નહિ, પણ એ જૈન સાધુસાધ્વીની ભેગાભેગી નિન્દા પણ કરતો. રાણીને માટે આ ઘણું જ અસહ્ય હતું, પણ તેણીને ઉપાય નહોતો. એથી તે ખમી ખાતી. એ માત્ર એટલું જ કહેતી કે-“અવસરે આપને બતાવીશ.”
રાણી તે રેજ એ જ વિચાર કર્યા કરતી હતી કે-“હવે કરવું શું?” એક બહુ સામર્થ્યસમ્પન્ન મુનિને વેગ થતાં, તેણીએ એ જ વાત કહી કે કોઈ પણ ઉપાયે આ સંન્યાસિનીની અસરમાંથી આ નગરના લોકોને છોડાવો. અત્યારે