________________
૫૦૬
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને જે લક્ષ્યને સિદ્ધ કરવાની વાત છે, તે જ લક્ષ્યને સિદ્ધ કરવાની વાત અપવાદમાર્ગના આચરણમાં પણ રહેલી જ છે. એટલે ફરક હૈયામાં કે આશયમાં પડતો નથી, પણ ફરક માત્ર બાહા કિયામાં જ પડે છે. જ્યારે એ જ કઈ અવસર આવી લાગે, ત્યારે સાધ્યની સાધનાને અંગે જ, સર્વસામાન્ય વિધિમાર્ગથી અન્યથા પ્રકારનું અગર તે તદ્દન ઊલટા પ્રકારનું પણ આચરણ કરવું પડે, તો પણ એ આચરણ જે જ્ઞાનીઓએ બતાવેલા અપવાદમાર્ગને અનુરૂપ હોય, તો તેવું બાહ્ય દષ્ટિએ વિધી એવું પણ આચરણ કરવામાં વિરાધના નથી, પરંતુ આરાધના છે. આથી તમે સમજી શક્યા હશે કે–અપવાદમાર્ગ એ ખાસ સંગોમાં જ અમલમાં મૂકવાને માર્ગ છે,
જ્યારે ઉત્સર્ગમાર્ગ એ નિત્ય અમલમાં મૂકવાને માર્ગ છે. અપવાદમાગને આશ્રયીને કરાતા વર્તનને વ્યક્તિની, સંગોની મર્યાદા છે, માટે એની પ્રરૂપણું સર્વસામાન્ય માર્ગ તરીકે થઈ શકે નહિ અને ઉત્સર્ગમાર્ગની પ્રરૂપણા સર્વસામાન્ય માર્ગ તરીકે થઈ શકે. સર્વસામાન્ય માર્ગ તરીકે તે, ઉત્સર્ગમાર્ગની જ પ્રરૂપણ કરવી જોઈએ. અપવાદમાગ ઉત્સર્ગમાર્ગને જ આભારી છે?
અપવાદમાર્ગની ઉત્પત્તિ જ ઉત્સર્ગમાર્ગને આભારી છે. ઉત્સર્ગમાર્ગ ન હોય, તો અપવાદમાર્ગને દર્શાવવાની જરૂર પડે નહિ. અથવા તે કહેવું જોઈએ કે-સર્વ જી સર્વ કાળે સરખા પ્રકારે આરાધના કરી શકે નહિ. રત્નત્રયીની આરાધના કરનારા જીવ પણ કર્મસહિત તો ખરા ને? ત્યારે રત્નત્રયીની આરાધના કરતાં કેઈકને વિચિત્ર પ્રકારને કર્મોદય થાય, એમ