________________
બીજો ભાગ શાસ્ત્રપ્રસ્તાવના
વ્યાખ્યાતા ઉત્સગ-અપવાદના જ્ઞાતા બ્રેઈએ :
એટલા માટે તા, ઉત્સર્ગમાર્ગના અને અપવાદમાર્ગના જ્ઞાતા નહિ બનેલા સાધુઓને માટે પણ વ્યાખ્યાન કરવાના નિષેધ કરવામાં આવ્યેા છે. બન્ને માર્ગોનું જ્ઞાન ન હોય, તે ઉત્સર્ગમાર્ગનું એવું મંડન કરે, કે જેથી શ્રોતાઓને અપવાદમાર્ગ એ જાણે પાપમાર્ગ જ છે એવા ભાસ ઉત્પન્ન થવા પામે અથવા તેા અપવાદમાર્ગનું એવું મંડન કરે, કે જેથી શ્રોતાઓને ઉત્સર્ગમાર્ગ પ્રત્યે જે દૃઢ પ્રીતિ ઉત્પન્ન થવા પામવી જોઇએ, તે દૃઢ પ્રીતિ ઉત્પન્ન થવા પામે નહિ અને તેમનું મન અપવાદને સેવવા તરફ લલચાયા કરે. વ્યાખ્યાતા જો અને પ્રકારના માર્ગોના યથાર્થ જ્ઞાતા હોય, તે તેનાથી એવા અનર્થ ઉત્પન્ન થવા પામે નહિ.
ઉત્સર્ગમાગ ને અપવાદમાર્ગ કોને કોને કહેવાય ?
૫૦૫
ઉત્સર્ગમાર્ગ કાને કહેવાય ? રત્નત્રયીની આરાધનાના સર્વસામાન્ય જે વિધિમાર્ગ, તેને ઉત્સર્ગમાર્ગ કહેવાય છે, ત્યારે અપવાદમાર્ગે કાને કહેવાય છે ? રત્નત્રયીની આરાધનાના સર્વેસામાન્ય વિધિમાર્ગે રૂપ ઉત્સર્ગમાર્ગે ચાલી રહેલા આત્માઓને ખાસ સંચાગા ઉપસ્થિત થતાં, તેઓ પોતાની પ્રતિજ્ઞાથી ભ્રષ્ટ થવા પામે નહિ, માર્ગથી વ્યુત થવા પામે નહિ, એવા પ્રકારે સર્વસામાન્ય વિધિમાર્ગથી અન્યથા અથવા તા તેનાથી તદ્દન ઊલટા પ્રકારની પણ ક્રિયા કરાવીને, તેમને સર્વસામાન્ય વિધિમાર્ગના આરાધક બનાવી રાખવાના જે માર્ગ, તેને અપવાદમાર્ગે કહેવાય છે. આ બન્ને ય માર્ગોમાં લક્ષ્ય મેાક્ષની સાધના તરફ જ રાખવાનું છે. ઉત્સર્ગમાર્ગના આચરણ દ્વારા