________________
બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
૫૦૯
તો, સંન્યાસિનીની ભારે અપકીર્તિ થયા વિના, નગરજને તેણીની અસરથી મુક્ત બને અને જૈન સાધુ-સાધ્વીની ભક્તિ કરે, એ શક્ય જ નથી.”
એ પછી, એવું બન્યું કે–સંન્યાસિની સગર્ભા બની. લોકેના જાણવામાં એ વાત આવી અને એથી લેકવર્ગ એ સંન્યાસિનીથી ખૂબ જ નારાજ થઈ ગયો. તેણીને દંભ અને પાખંડથી ભરેલી માનીને, લોકેએ તેણીને એ નગરમાં રહેવા પણ દીધી નહિ.
રાજાને એ પ્રસંગથી અત્યન્ત ખેદ ઉપન્યો. એને મિથ્યા ધર્મ ઉપર ખેદ ઉપ નહિ, પણ એને ધર્મ વગેવાયો એથી એને ખેદ ઉપજે. હવે તે દુઃખમાં જ દિવસેને પસાર કરવા લાગ્યો.
રાણુને પણ એ વાતની ખબર હતી. તેને લાગ્યું કેજૈન સાધુ-સાધ્વીની નિન્દા સાંભળતાં મને કેવી વેદના થતી હતી, તેને રાજાને ખ્યાલ આપવાની આ સુંદર તક છે. વળી, રાજાને જે આ નિમિત્તે પણ મિથ્યા ધર્મ ઉપર રાગ જાય અને સમ્યગ્ધર્મ ઉપર જે રાજાના હૈયામાં રાગ પેિદા થાય તો સારું, એવું પણ રાણીના હૈયામાં હતું. આથી, તેણીએ અવસરે સંન્યાસિનીની વાત કાઢી અને રાજાને કહ્યું કે–જોયું ને? આપ જેનાં બહુ બહુ વખાણ કરતા હતા, તે સંન્યાસિની કેવી નીકળી? કુવામાં હોય તે હવાડામાં આવે. ધર્મ સારે હોય તે એને આચરનાર સારે હોય અને ધર્મ ખરાબ હોય તે એને આચરનાર ખરાબ હોય, એમાં નવાઈ પામવા જેવું કાંઈ છે જ નહિ.”
રાણીનાં આ વચનેએ, રાજાના હૈયાને ભેદવામાં તાતાં