________________
બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
૫૦૩
સ્થિતિમાં સ્થાપે છે. આ કાપવાપણું, આપવાપણું અને સ્થાપવાપણું આંશિક સામ્ય રૂપે હાઈને જ, આ શ્રી ભગવતીજી સૂત્રને જયકુંજરની ઉપમાથી વર્ણવાએલ છે. આત્મવિજયને માટે, આ સૂત્ર એ લેકેત્તર જયકુંજર જ છે. ઉત્સર્ગ અને અપવાદ રૂપ ઘણાયુગલને ઘેષઃ
ટીકાકાર મહર્ષિએ જયકુંજરની સાથે સરખામણી કરતાં, આ શ્રી ભગવતીજી સૂત્રને આપેલાં વીસ વિશેષણે પિકીનાં અઢાર વિશેષણેને તે આપણે જોઈ આવ્યા. હવે એગણસમું વિશેષણ. ઓગણીસમા વિશેષણ તરીકે, ટીકાકાર મહર્ષિ ફરમાવે છે કે"उत्सर्गापवादवादसमुच्छलदतुच्छघण्टायुगलघोषस्य । "
એટલે કે-જયકુંજર હાથી જેમ સમ્યપણે ઉછળતા અને અતુચ્છ એવા ઘટાયુગલના ઘેષથી યુક્ત હોય છે, તેમ આ શ્રી ભગવતીજી સૂત્ર પણ ઉત્સર્ગમાર્ગ અને અપવાદમાર્ગ રૂપ અતુચ્છ ઘટાયુગલના ઘોષથી યુક્ત છે. હાથીને શણગારીને જ્યારે બહાર કાઢવામાં આવે છે, ત્યારે તેના મધ્ય ભાગની બન્ને બાજુએ એક એક ઘટ બાંધવામાં આવે છે. હાથીના ચાલવાથી એ બને ઘટ્ટ હાલે છે–ઉછાળા મારે છે અને એમ ઉછાળા મારવાથી–હાલવાથી વાગે છે, એટલે તેમાંથી ઘોષ પેદા થાય છે. એ મુજબ, શ્રી ભગવતીજી સૂત્રની પ્રરૂપણામાંથી ઉત્સર્ગમાર્ગને રણકે પણ નીકળ્યા કરે છે અને અપવાદમાર્ગને રણકે પણ નીકળ્યા કરે છે. ઉત્સર્ગ અને અપવાદ–એ બન્ને ય પ્રકારના વાદેનું, માર્ગોનું, એના સ્વરૂપનું આ શ્રી ભગવતીજી સૂત્રમાં એક સરખી રીતિએ