________________
૨૧–ઉત્સર્ગ ને અપવાદનો સબંધ :
શ્રી ભગવતીજી સૂત્ર રૂપ જ્યકુંજરથી શમ અને સિદ્ધિ
સુલભ બને છે નવાંગી ટીકાકાર તરીકે સુપ્રસિદ્ધ થયેલા આચાર્યભગવાન શ્રીમદ્દ અભયદેવસૂરીશ્વરજી મહારાજા, પંચમ ગણધરભગવાન શ્રી સુધર્માસ્વામીજીએ સૂત્રથી ગુંથેલા શ્રી ભગવતીજી સૂત્ર તરીકે ઓળખાતા આ પંચમ અંગસૂત્રની ટીકાની રચના કરવાની શરૂઆત કરતાં, મંગલને આચર્યા બાદ અને અભિધેયને વર્ણવ્યા બાદ, શાસ્ત્રપ્રસ્તાવના કરતાં, આ શ્રી ભગવતીજી સૂત્રને જયકુંજરની સાથે સરખાવી રહ્યા છે. જયકુંજર એટલે જયપ્રધાન હસ્તિ. આ હાથી જેની પાસે હેય, તે નિયમો જય મેળવે અને એથી જ આ હાથીને “જયકુંજર' કહેવામાં આવે છે. આ શ્રી ભગવતીજી સૂત્રનું યથાર્થ જ્ઞાન જેણે સંપાદન કર્યું હોય, તે જીવરાજા પરીષહે, ઉપસર્ગો અને કષાયો ઉપર વિજય મેળવી શકે છે. એનામાં આવા પ્રકારના જયને સાધવાની શક્તિ પ્રગટે છે અને વિકસે છે. આવા ગુણોને લક્ષ્યમાં લઈને, ટીકાકાર મહર્ષિએ, આ શ્રી ભગવતીજી સૂત્રને જયકુંજરની ઉપમા આપી છે. જયકુંજરની માત્ર ઉપમા જ આપી છે–એમ પણ નથી, પણ જયકુંજરને અંગે જે જે સંભવે છે, તે તે આ શ્રી ભગવતીજી સૂત્રને અંગે પણ કેવી કેવી રીતિએ સંભવે છે,
૩૨