________________
૫૦૦
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને
બંધાતા તંગથી દેખાવડે બને છે અને એની કાર્યસાધતામાં એ તંગે જેમ ઘણે ભેટે ઉમેરે કરી દે છે, તેમ આ આચારેનું પાલન પણ શ્રી ભગવતીજી સૂત્રને, શ્રી ભગવતીજી સૂત્રમાં રહેલા જ્ઞાનને, શ્રી ભગવતીજી સૂત્રને ભણાવનારને, શ્રી ભગવતીજી સૂત્રને ભણનારને અને શ્રી ભગવતીજી સૂત્રના અર્થોનું શ્રવણ કરનારને શોભાવે છે અને શ્રેયેભાગી બનાવે છે. આ આઠ આચારેના સંબંધમાં કાંઈક વિસ્તારથી જે કહેવામાં આવ્યું છે, તે ખાસ હેતુપૂર્વક કહેવામાં આવ્યું છે. તેમાં ય પહેલા ત્રણ આચારેને અંગે ખાસ કહેવાયું છે. એનું કારણ એ છે કે-વર્તમાનમાં એ તરફ લક્ષ્ય દેરવાની ખાસ જરૂર છે. બહુમાનપૂર્વકને વિનયાચાર આવે, તે બાકીના આચારેના પાલનનું અર્થિપણું પેદા થયા વિના રહે નહિ અને જ્ઞાન સફલ નિવડયા વિના રહે નહિ. બહુમાનપૂર્વકના વિનયાચારવાળા અને એથી બીજા આચારે પ્રત્યે પણ લયવાળા, કેટલીક વાર અણસમજ આદિથી કાળની બાબતમાં ભૂલ કરતા જણાય છે, માટે એને અગેય ખાસ કહેવાયું છે. બાકી જેઓ જાણી–બુઝીને આ જ્ઞાનાચારની અણહીલના કરે છે, એવાઓને કહેવાને તે અર્થ જ શું છે? એવાઓની તે માત્ર દયા જ ચિન્તવવી રહી.