________________
૪૯૮
શ્રી ભગવતીજી મૂત્રનાં વ્યાખ્યાન
થતા હેાવા છતાં પણ અને એવા અર્થ કરવા એજ ઘટિત હાવા છતાં પણુ, અઘટિત રીતિએ એના ‘જ્ઞાન ’એવા અર્થ કરીને, અનર્થની પરંપરાને વધારનારાઓ છે. મુક્તિમાર્ગદર્શક સૂત્રના અર્થ બદલી નાખવાથી, તે સૂત્રને પેાતાને માટે સંસારવર્ધક બનાવાય છે. સ્થાનકવાસી સંપ્રદાય એમ જ ઉભા થયા છે ને ? સંપ્રદાયા એમ જ વધે છે ને ? આજે જે મેાટી ચર્ચા ચાલી રહી છે, તેમાં પણ અર્થનો અનર્થ કરાઈ રહ્યો છે. ખાટા અર્થ કર્યો અને તેના વળગાડ થઈ ગયા. હવે એ છૂટતું નથી. અભિનિવેશ નામનું મિથ્યાત્વ એ જ રીતિએ પતન પમાડે છે. ખાટા અર્થ કરનારા, સૂત્રને કાયમ રાખવા છતાં પણ, છટ્ઠા જ્ઞાનાચારના આચરણના લાભ નથી પામી શકતા, કારણ કે તે અર્થને બદલી નાખે છે. જે અપેક્ષાથી જે અર્થ કહેવાયા હોય, તે અપેક્ષાથી તે અર્થને ગ્રહણ નહિ કરવા, એ પણ સાતમા જ્ઞાનાચારની વિરાધના છે. એટલા માટે, આપણે ત્યાં માત્ર આગમા જ પ્રમાણ ગણાતાં નથી, પરન્તુ પંચાંગી પણ પ્રમાણ ગણાય છે અને પંચાંગીને અનુસરતા મહાપુરૂષોએ રચેલા જે વિવિધ ગ્રન્થા છે તે પણ પ્રમાણ ગણાય છે. મહાપુરૂષોએ કહેલા અર્થ આપણી બુદ્ધિમાં ન ઉતરે, તેા ‘તત્ત્વ કેવલિગમ્ય છે' એમ માનવું, પરન્તુ ફાવતા અર્થ કરીને તેના પ્રચાર કરવાના પ્રયત્નમાં પડવું નહિ.
'
આઠમે જ્ઞાનાચાર ઃ
6
આઠમા જ્ઞાનાચાર · સૂત્ર તથા અર્થ ’એ ઉભય સંબંધી છે. છઠ્ઠા અને સાતમા જ્ઞાનાચારનું આચરણ કરવામાં કાળજીવાળા અનેલા, આ આઠમા જ્ઞાનાચારનું તે સ્વાભાવિક રીતિએ