________________
૪૯૭
બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના અક્ષર ફર્યો અર્થ ફરે :
અક્ષર ફરે ત્યાં અર્થ ફરે; સૂત્ર અને અર્થ બને ફરે, માટે વ્યંજન રૂપ મૃતોપચાર પણ બરાબર જાળવો જોઈએ. પ્રતિક્રમણનાં સૂત્રો ઘણે ભાગે અશુદ્ધ બેલાય છે. તેમાં કઈ કેઈ તે વર્ણભેદવા ઉચ્ચાર કરે છે. સૌએ સમજવું જોઈએ કે–સારો લાભ શુદ્ધ બેલવામાં જ છે. મંત્રાક્ષ જેવાં સૂત્રને અશુદ્ધ બોલવાથી કેવું નુકશાન થાય, તે તમે સમજી શક્તા નથી? આજે પાઠશાળાઓમાં પણ શુદ્ધ ઉચ્ચારથી ભણાવવા તરફ પૂરતું લક્ષ્ય અપાતું નથી તેમ જ આજે જે પંચ પ્રતિક્રમણાદિ સૂત્રોનાં પુસ્તક છપાય છે, તેમાં કેટલાક તે અશુદ્ધિઓના ભંડાર સમાં પુસ્તક પ્રગટ કરે છે. તેમને ખબર નથી કે--આવી રીતિએ રળતર લેવા જતાં, કર્મનું કેવું નડતર થશે? જ્ઞાનની આશાતના કરનારાઓની કેવી ગતિ થાય, એ કાંઈ તેમનાથી અજાણ્યું નથી. સાતમ જ્ઞાનાચાર:
સાતમે જ્ઞાનાચાર અર્થ” નામને છે. સૂત્રને કાયમ રાખીને પણ જે તેના અર્થને ફેરવી નાખવામાં આવે, તે તેથી પણ મોટો અનર્થ થાય છે. માત્ર અણસમજથી જ અર્થનું પરાવર્તન થાય છે એવું નથી. અણસમજથી ભૂલ કરનાર પણ ભૂલ કરવાના ઈરાદે જેને નથી, એ તે કઈ સમજદારને સુગ મળતાં સમજી જાય અને સુધરી જાય, પણ જે ઈરાદાપૂર્વક એટ અર્થ કરે, તેની શી ગતિ થાય? જેમ કે ચૈત્ય શબ્દને કાયમ રાખે, પણ મૂર્તિને નહિ માનવાના આગ્રહમાં તણાઈને, તેને “જિનમંદિર' એ અર્થ