________________
૫૦૨
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને એ વીસ વિશેષણ દ્વારા બતાવ્યું છે. આ ગ્રેવીસ વિશેપણે જેને સમજાય અને જેના હૈયામાં સમાય, તેને શમ અને સિદ્ધિ સુલભ જ છે. શ્રી ભગવતીજી સૂત્ર પ્રત્યેના આદરભાવમાં પણ એટલી મોટી તાકાત છે. આમ છતાં પણ, આને લૌકિક જયના કારણ એવા જયકુંજરની સાથે કેમ ઘટાવેલ છે ? એ માટે કે-પરિચિત વસ્તુના ઉદાહરણથી અપરિચિતને ઝટ ખ્યાલ આવે છે. વિશેષણોથી એ ખ્યાલ આપે છે કે આ સૂત્ર લકત્તર સિદ્ધિસાધન છે. બાકી તે લૌકિક તથા લોકોત્તરને મુકાબલો કરનારે મૂર્ખ ગણાય. લોકેત્તર સિદ્ધિને રસ જન્મ-મરણને ઘટાડનાર છે અને લૌકિક સિદ્ધિને રસ જન્મ-મરણને વધારનાર છે. - લૌકિક ઋદ્ધિની વૃદ્ધિ માટે તે મમ્મણે વિકટમાં વિકટ કામ કર્યા. આરામનબીની ઉમ્મરે પણ એણે તે ઝંપલાવ્યે જ રાખ્યું. ન જે દિવસ, ન જોઈ રાત કે ન જે ઉત્પાત ! ઘર મધ્ય રાત્રિએ, જ્યારે દિશા પણ ન સુઝે, પંખીઓ પણ માળામાંથી બહાર ન નીકળે, એવા સમયે મમ્મણે નદીમાં ઝંપલાવ્યું હતું. વરસાદને લીધે નદીમાં પૂર આવેલું તે ય! આમ લૌકિક સિદ્ધિને માટે સતત્ પ્રયત્ન કર્યો કરવા છતાં પણ, તે મરીને ગયો ક્યાં ? બીચારે સાતમી નરકે જ ગયે.
આવી સિદ્ધિ શા કામની? આપણે તો એવી સિદ્ધિ જોઈએ, કે જે પૂર્ણ સિદ્ધિ આપે. સાચી સિદ્ધિનો સંકલ્પ માત્ર પણ નિષ્ફળ નથી જ. જયકુંજર જેમ લૌકિક દુઃખને કાપનાર, લૌકિક સુખને આપનાર અને લૌકિક જયમાં
સ્થાપનારે છે, તેમ શ્રી ભગવતીજી સૂત્ર પણ સઘળાં ય દુઃખને કાપે છે, સઘળાં ય સુખને આપે છે અને શાશ્વત