________________
શાસ્ત્રપ્રસ્તાવના–વિભાગ
બર–સમુન્નત જ્યકુંજર જેવું શ્રી ભગવતીજી:
પ્રસ્તાવના કેને કહેવાય?
આ પ્રમાણે મંગલને આચર્યા પછીથી અને પિતાના અભિધેયનું સ્પષ્ટીકરણ કર્યા પછીથી, નવાંગી ટીકાકાર તરીકે - સુવિખ્યાત થયેલા, પરમ ઉપકારી આચાર્યભગવાન શ્રીમદ અભયદેવસૂરીશ્વરજી મહારાજા, પોતે રચવા ધારેલા આ શ્રી ભગવતીજી સૂત્રની ટીકા રૂપ શાસ્ત્રની પ્રસ્તાવના કરે છે. ટીકાકાર મહષિએ શાસ્ત્રપ્રસ્તાવના પણ ઘણી જ સુન્દર અને ઘણી જ અર્થગંભીર કરી છે. પ્રસ્તાવના તે કહેવાય, કે જે પ્રસ્તાવના જે ગ્રન્થને ઉદ્દેશીને કરવામાં આવી હોય, તે ગ્રન્થ કે મહત્ત્વનું છે અને તે ગ્રન્થમાં કેવી કેવી વસ્તુઓનું વર્ણન કરવામાં આવ્યું છે, તેને પ્રસ્તાવનાના વાંચકને ખ્યાલ આવી જાય. પ્રસ્તાવના વાંચનારના દિલ ઉપર એવી અસર થવા પામે કે-“મારે આ ગ્રન્થ સાંગોપાંગ વાંચો અને વિચાર જોઈએ. જે પ્રસ્તાવના, ગ્રન્થના મહત્વને સમજાવતી ન હોય અને ગ્રન્થમાં વર્ણવાએલા વિષયેનો ખ્યાલ આપતી ન હેય, એ પ્રસ્તાવના વાસ્તવિક રીતિએ પ્રસ્તાવના જ નથી. પ્રસ્તાવના વાંચનારને, પ્રસ્તાવના વાંચે ને એમ થાય કે-હે,