________________
૪૮૨
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાનો કે-જે વિનયાચાર છે, તે બહુમાનપૂર્વકને હવે જોઈએ.બહુમાન હોય અને વિનયાચાર ન હોય, તે સમજવું કેસમજ, શક્તિ, સામગ્રી આદિની કઈ એવી ઉણપ છે, કે જેને લઈને વિનયાચાર નથી; બાકી આ બહુમાનવાળે વિનય કર્યા વિના રહે નહિ. કાંતિક દેવ મહા સમજુ હોય છે. તેઓ સદા તત્ત્વસ્વરૂપની વિચારણામાં રમણ કરનારા હોય છે. આમ છતાં પણ, તેઓ ભગવાનના કલ્યાણકાદિના ઉત્સવાદિમાં, દેશનામાં કે બીજે ક્યાં ય જતા નથી. એટલે શું એમ માનવું કે–તેમના હૈયામાં ભગવાન અને ભગવાને કહેલા માર્ગ પ્રત્યે શ્રદ્ધા નથી ? ના, એમ નથી જ. એ દેવાની સ્થિતિ જ એવી હોય છે કે-એ સદા સુખશય્યામાં પિસ્યા રહે. ભગવાન અને ભગવાનના માર્ગ પ્રત્યે તે એમના હૈયામાં ભારે બહુમાન હોય છે. બહુમાનના આ વર્ણનથી વિનયાચારની ઉપેક્ષા નથી જ કરવાની. વિનયાચારની જે ઉપેક્ષા કરે છે અને તેને બહુમાનના નામે જે બચાવ કરે છે, તે તે બહુમાનથી રહિત છે–એટલું જ નહિ, પણ તેવા લોકે ખરી રીતિએ તો માર્ગનું અપમાન કરનાર છે. એવા દંભિઓ તે, દુર્લભધિ બની જઈને સંસારમાં ભટકનારા બની જાય છે. શ્રી ઉપધાન તપઃ
ચેથે જ્ઞાનાચાર ઉપધાન નામને છે. “ઉપ' એટલે ગુરૂની સમીપે રહીને “ધાન” એટલે વિધિપૂર્વકના તપશ્ચરણને આચરવાપૂર્વક શ્રતને ધારણ કરવું. અર્થાતુ-વિધિપૂર્વક તપશ્ચરણને આચરતા રહેવા સાથે, સદ્ગુરૂની સમીપે રહીને, સદ્ગુરૂ દ્વારા શ્રતને ધારણ કરવું જોઈએ. આમાં તપની વિશેષતા હેઈને, આને શ્રી ઉપધાન તપ તરીકે ઓળખાવાય છે. આ નવકાર