________________
બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
૪૯૧
ક્ષુદ્ર હતી. કુણાલ ઉપરના રાજાના સ્નેહને તે જાણતી હતી અને એ વાતની એના હૈયામાં ભારે ખટક હતી. એ સમજતી હતી કે-આ રાજા પિતાનું રાજ્ય કુણાલને જ આપશે, જ્યારે રાણુની ઈચ્છા એ હતી કે–તેના પિતાના પુત્રને રાજ્ય મળે. આ માટે, એ રાણ કુમાર કુણાલના અનિષ્ટની તક જ શોધ્યા કરતી હતી.
રાણીએ ત્યાં આવીને પેલે પત્ર હાથમાં લીધો અને વાંચ્યો. તેણીને વિચાર આવ્યો કે–“એક તે કુણાલ ઘણે રૂપાળો છે અને આ રીતિએ તે ભણશે એટલે તે રાજા એને જ રાજ્ય આપશે.” રાણીને પિતાની આશાની ઈમારત સાવ જમીનદેસ્ત થઈ જતી લાગી. એથી ઈર્ષાના ઝેરવાળી તે કૂર બની ગઈ. ભવિતવ્યતાના યોગે તેણુને પોતાની ઈચ્છાને સફલ કરવાની બુદ્ધિ પણ સુઝી આવી. તેણુએ વિચાર્યું કેરાજાએ આ પત્રમાં કુણાલને ભણાવવાનું સૂચન કરવાને માટે જે “પીયતાભ' એવું પદ લખ્યું છે, તે પદમાં “” અક્ષર ઉપર જે હું માત્ર એક મીડું જ ઉમેરી દઉં, તે કદાચ મારી ધારણા પાર પડે. એમ કરવાથી, “અધીયતાને બદલે “સંઘીયામ્'પદ બને અને જે પ્રધાન રાજાની આજ્ઞાને તરત અમલ કરી દે, તો તેઓ કુમારને ભણાવવાને બદલે આંધળે બનાવી દે. કુણાલને આંધળો બનાવી દીધા પછીથી તે ભલે ને જે બનવું હોય તે બને, પણ એ આંધળાને આ રાજા રાજ્ય તે આપી શકે જ નહિ અને એથી મારા પુત્રને અનાયાસે જ રાજ્યની ગાદી મળી જાય.”
આ વિચાર કરીને તેણીએ એ પત્રમાંના “અધીયાન' પદમાંના જ અક્ષર ઉપર મીઠું વધારી દીધું અને એ પત્રને