________________
૪૯૦
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને
રાણીએ જરા સા પણ કેવા ફેરફાર કર્યાં ?
જરા સરખા ફેરફાર કરી નાખવા માત્રથી પણ કેવા અનર્થ નિપજે છે, તેને જણાવનારાં ઉદાહરણાના આ સંસારમાં તેાટા નથી, પરન્તુ એ વિષયમાં કુણાલનું ઉદાહરણ વિશેષ પ્રસિદ્ધ છે.
પાટલી પુત્રના રાજા અશાકને કુણાલ નામે એક પુત્ર હતા. રાજાને તેના ઉપર અત્યન્ત સ્નેહ હેાવાથી, રાજાએ તેને ખાલપણથી જ ઉજયની નગરી આપી દઇને, ત્યાં રાખ્યા હતા. પાતાને અત્યન્ત સ્નેહ હાવાથી જ તેને દૂર રાખવાનું કારણ એ હતું કે—અપર માતા દ્વારા મારા આ પુત્ર કાઈ પણ પ્રકારના પરાભવને પામે નહિ, એવી રાજાની હાર્દિક ઈચ્છા હતી.
કુણાલને પોતાથી દૂર રાખવા છતાં પણ, કુણાલના પાલન આદિની રાજાએ ઘણી જ સુવ્યવસ્થા કરી હતી અને પેાતે નિરંતર તેની ખબર મંગાવ્યા કરતા હતા.
એક વાર એવું બન્યું કે–કુમાર કુણાલ જ્યારે આઠ વર્ષની ઉમ્મરના થયા, ત્યારે તેને વિશિષ્ટ પ્રકારે ભણાવવાના પ્રબંધ કરવા સંબંધી ખાસ સૂચના, પેાતાના ત્યાં રાખેલા પ્રધાનોને લખી મેાકલવાની, રાજાને ઈચ્છા થઈ. ઈચ્છા થતાંની સાથે જ, રાજાએ તે સંબંધી પત્ર લખ્યા. રાજા પત્ર લખી રહ્યો, એટલામાં જ કેઈ એવું અગત્યનું કામ આવી પડયું, કે જેથી તે પત્રને ત્યાં જ મૂકીને રાજા અન્ય કાર્યાર્થે ગયા, કારણ કે– તરત જ તે પાછા ફરવાના હતા.
રાજાના ગયા બાદ, રાણી તે જગ્યાએ આવી. એ રાણી કુમાર કુણાલની અપર માતા હતી અને હૈયાની અતિશય