________________
બીજો ભાગ શાસ્ત્રપ્રસ્તાવના
એમાં મિથ્યાભિમાન અને મૂર્ખતા છે
તમને જો ખ્યાલ હાય, તેા શ્રી સિદ્ધસેન દિવાકરે શ્રી ચૈત્યવંદનાદિ સૂત્રેાને સંસ્કૃત ભાષામાં ફેરવવાની ઈચ્છા માત્ર વ્યક્ત કરી, એટલામાં તે તેમને પારચિત પ્રાયશ્ચિત્ત આપવામાં આવ્યું હતું. આ રીતિએ વ્યંજનના જ્ઞાનાચારના પાલનના જે આગ્રહ સેવવામાં આવે છે, તે ખરેખર ચેાગ્ય જ છે, તમે જ વિચાર કરો કે—અનન્તજ્ઞાનીએ જે રૂપે જેને કહ્યું હતું, તેને તે રૂપે પદ્મપદ્ધતિને બદલીને, પર્યાયને બદલીને, તેમાંના વર્ણને ફેરવીને કે તેની ભાષાને ફેરવીને અન્ય કેાઈ કહી શકે, એ શું શકય છે? એમાં અર્થના અંશે પણ તફાવત પડે જ નહિ, એ શકય છે? જે પદ્મ દ્વારા અને જે પદ્મપદ્ધતિ દ્વારા અનન્તજ્ઞાનીએની આજ્ઞાનુસાર ગણધરભગવાન એ કહેલ હોય, તેમાં ફેરફાર કરવાથી અર્થમાં કાંઈજ ન્યૂનાધિકતા ઉત્પન્ન થવા પામે નહિ, એ સંભવિત છે ? હા, એ પણુ અસંભવિત તા નથી જ, પરન્તુ માત્ર ગણધરભગવાનેાને માટે જ તે અસંભવિત નથી. ગણધરભગવાના સિવાયના તા કાઇને પશુ માટે, તે અસંભવિત નથી– એમ તે નહિ, પણ સુસંભવિત છે. વળી, પદ્મના ક્રમ, તેના પર્યાય અથવા તેા સૂત્રની ભાષા આદિને ફેરવવાની જરૂર શી છે ? જે સૂત્રથી જે અપાય છે, તે સૂત્રની જગ્યાએ અન્ય સૂત્રને ગોઠવીને અધિક સારા અર્થને આપવાની તાકાત આવી ગઈ છે, એમ માની લીધું છે ? તે ના, તા અનન્તજ્ઞાનીઓએ કહેલાના અર્થમાં હ્રાસ ઉપજે એવું કરવાની જરૂર લાગે જ નહિ અને જો હા, તા એ મિથ્યાભિમાન અને મૂર્ખતાનું જ પ્રદર્શન છે, એમ કહેવું પડે.
૪૮૯