________________
૪૯૨
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને જે હતું તેવો જ બીડેલે ત્યાં મૂકીને, રાણી અંદરના ભાગમાં ચાલી ગઈ. સ્વાર્થી જેટલું ન કરે, તેટલું ઓછું જ ગણાય.
તરત જ રાજા પાછો ફર્યો. રાજાએ પત્રને ખોલીને ફરીથી વાંચે નહિ. પિતાના અતિ વિશ્વાસુ માણસની સાથે રાજાએ તે પત્ર ઉજ્જયિનીમાં રહેલા પોતાના પ્રધાને ઉપર રવાના કરી દીધા. કાગળને વાંચ્યા વિના રવાના કરવો નહિ:
કાગળને મેકલતાં પહેલાં, ફરીથી બરાબર વાંચી જેવો જોઈએ, વિચારી જ જોઈએ, નહિતર કઈ વાર મેટ અનર્થ નિપજી જાય છે. ઘણાઓને કાગળ વિગેરે લખ્યા પછીથી, તેને રવાના કરતાં પહેલાં, ફરી બરાબર વાંચી જવાની ટેવ હતી નથી. કાગળને લખીને પૂરો કર્યો કે તરત જ તેને રવાના કરી દેવાની ટેવ હેય, એમાં કઈ વાર ગોટાળે થઈ જવાને સંભવ રહેલું છે. એક માણસ પોતાની સ્ત્રીને કાગળ લખી રહ્યો હતો. તે વખતે ઉપરથી એક ચકલી ચરકી ગઈ. એથી એ ભાઈ સાહેબને મીજાજ ગયે. એકદમ બરાડી ઉઠયો કેરાંડ ! જે તું મારી પાસે હેત, તો હું તારી ટાંગ તોડી નાખત.” ચકલીને ઉદ્દેશીને બેલાએલા આવા શબ્દો, એ માણસે આવેશમાં ને આવેશમાં પિતાની પત્ની ઉપરના પત્રમાં પણ લખી દીધા, કારણ કે–એ વખતે એના હૈયામાં એ પ્રકારને ભાવ હતું અને એથી ભૂલ થઈ. કાગળ પૂરે લખી રહીને તેણે વગર વાગ્યે રવાના પણ કરી દીધો. એ કાગળને વાંચીને બાઈ બીચારી તે ગભરાઈ જ ગઈ. એ સાસરે જવાનો વિચાર કરતી હતી, તે વિચારને એણે માંડી વાળે. એને થયું કે