________________
બીજો ભાગ શાસ્ત્રપ્રસ્તાવના
મંત્ર આદિ શ્રુતના આરાધન અને અધ્યયન નિમિત્તે સુશ્રાવક અને સુશ્રાવિકાઓ જે ઉપધાન તપ કરે છે, તેને જ ઉપધાન તપ કહેવાય છે—એવું પણ નથી. એને જેમ ઉપધાન તપ કહેવાય છે, તેમ સાધુએ જે નાના-મોટા અથવા તો આગાઢ ચાગનું અને અનાગાઢ ચેાગનું ઉદ્વહન કરે છે, તેને પણ શ્રી ઉપધાન તપ કહેવાય છે. એટલે શ્રી ઉપધાન તપનું વિધાન ચતુવિધ શ્રીસંઘને માટે છે. શાસ્ત્રામાં શ્રી ઉપધાન તપની આવશ્યકતા ઉપર પણ ખૂબ ભાર મૂકવામાં આવેલા છે. આઠ પ્રકારના જ્ઞાનાચારને આશ્રયીને, શાસ્ત્રમાં અકાલ-કુશીલ, અવિનય-કુશીલ, એ વિગેરે જે આઠ પ્રકારના કુશીલા ગણાવાયા છે, તેમાં અનુષધાન— કુશીલને માટે મોટુ દોષપણું કહેલું છે. કેટલીક વાર, શક્તિસામગ્રી આદિના અભાવમાં ચતુર્વિધ શ્રીસંઘની વ્યક્તિએ શ્રી ઉપધાન તપ વિધિપૂર્વક ન કરી શકે—એ પણ શકય છે; આમ છતાં પણુ, શ્રી ઉપધાન તપ દ્વારા શ્રુતનું આરાધન કરવાના ભાવ તા અવશ્ય હોવા જોઇએ. જેએના હૈયામાં તેવા આરાધકભાવ નથી હોતા અને ઉપેક્ષાભાવ હાય છે, તેએ ગાઢ જ્ઞાનાવરણીય કમૅને ઉપાર્જનારા અને છે. શ્રી ઉપધાન તપની ઉપેક્ષા, એ શ્રી શ્રુતજ્ઞાનની આશાતના છે. શ્રી નવકાર મંત્ર આદિને ભણેલાએએ પણ, જો શક્તિ-સામગ્રીના યાગ હાય તા, અવશ્ય શ્રી ઉપધાન તપ વિધિપૂર્વક કરવા સાથે, સદ્ગુરૂની સમીપે રહીને સદ્ગુરૂ દ્વારા તે શ્રુતને પુનઃ ગ્રહણ કરવું જોઈએ. તેમ કરવાથી, જ્ઞાનાવરણીય કર્મની ભારે નિર્જરા થાય છે. શ્રી ઉપધાન તપ, એ એક એવી ક્રિયાવિશેષ છે કે જ્ઞાનના અને ચરણના કેવા સુમેળ શ્રી જૈન શાસનમાં રાખવામાં આવેલા છે, તેના ખ્યાલ આવે. આરાધના જ્ઞાનની કરવાની છે, છતાં પણ સઁયમાત્મક
૪૮૩