________________
૪૮૬
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને પણ, આમ અનેક પ્રકારે મહા પાપનું કારણ બને છે. જ્ઞાન ફળ્યું કે ફુટયુ?
આ આચારના સંબંધમાં પણ, આજના જીએ વિશેષ કાળજીવાળા બનવાની જરૂર છે–એવું સૂચન કરવાનું મન થઈ જાય, એવું વાતાવરણ મોટે ભાગે સર્જઈ રહ્યું છે. વિદ્યાદાતા પ્રત્યે હૃદયને કે વિનીતભાવ બન્યો રહે જઈએ, એમનું નામ કેવી સારી રીતિએ દેવું જોઈએ અને એમના ઉપકારને કેવા પ્રકારે યાદ કર્યા કરવો જોઈએ, એ વિગેરે બાબતો તરફ આજે ઘણે અંશે ઉપેક્ષા આવી જવા પામી છે. એથી પણ જ્ઞાન ફળતું નથી. તમે કહેશે કે-એવા ઉદંડેને પણ લખતાંબેલતાં, પિતાની વાતને સિદ્ધ કરતાં, સામાને બેલતો બંધ કરતાં આવડે છે; પરન્તુ એને જ જેઓ જ્ઞાનનું ફળ માને છે, તેઓ ય અજ્ઞાન છે. જ્ઞાનનું સાચું ફળ તો મુક્તિ તરફની કૂચ છે. જ્ઞાની તે સદા જોયા કરે કે–હું કેટલે અંશે મુક્તિની નિકટમાં બની રહ્યો છું. જે કહેવાતે જ્ઞાની પગલિક ઉન્નતિમાં રાચે, તે કહેવાતે જ જ્ઞાની છે, પણ ખરે જ્ઞાની નથી. આજે સમ્યક કૃતનું વર્તમાનની અપેક્ષાએ ઠીક ઠીક પ્રમાણમાં ગણાય તેવું જ્ઞાન ધરાવનારાઓ પણ, પદ્ગલિક ઉન્નતિમાં રાચી રહ્યા છે, અનાચારના માર્ગે ઘસડાઈ ગયા છે, પવિત્ર વિચારેને તજીને અનાચારેને સેવવા ઉપરાન્ત, એમ કરવામાં દોષ નથી–એવું મનાવી રહ્યા છે, ઉપકાર મનાવી રહ્યા છે, એ સૂચવે છે કે–એમને જ્ઞાન વિપરીત રૂપે પરિણમ્યું છે. જ્ઞાન તે, અનાચારના વિચાર માત્રથી પણ આઘાત પમાડે અને અતિચારને પણ ડર લગાડે. એ દષ્ટિએ જુએ, તે તમને લાગે