________________
४८४
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને અને તપસ્વરૂપ કિયા સાથે જોઈએ જ. એથી શ્રી ઉપધાન તપને કરનારે, માત્ર જ્ઞાનાવરણીય કર્મની જ નિર્જરા કરનારે બનતો નથી, પરંતુ સંવરપૂર્વક તપ કરીને તે આશ્રવને રોકીને ઘણી નિર્જરને સાધનારે બને છે. મુખ્યત્વે જ્ઞાનાવરણીય કર્મને અને બીજા પણ ઘણાં કર્મોને ક્ષીણ કરી નાખવાને માટે શ્રી ઉપધાન તપ એ મોટું સાધન છે. જેના હૈયે જ્ઞાન પ્રત્યે બહુમાન હોય, તેને જે આ વાતની ખબર પડે કે વિધિપૂર્વક તપ કરવા સાથે સદગુરૂના શ્રીમુખે શ્રુતજ્ઞાનને ગ્રહણ કરવાથી જ શ્રુતજ્ઞાનની પ્રાપ્તિ સફલ બને છે, તે શ્રી ઉપધાન તપ પ્રત્યે પણ આદરવાળો બન્યા વિના રહે જ નહિ. આથી, આ ચોથા જ્ઞાનાચારના આચરણ પ્રત્યે પણ ઉપેક્ષાવાળા નહિ રહેતાં, આરાધનાશીલ બનવું, એ જ હિતાવહ છે. અનિવણ નામનો જ્ઞાનાચાર :
પાંચમે જ્ઞાનાચાર અનિનવણ નામને છે. નિવ્રુનવણ એટલે છૂપાવવું તે અને અનિહૂનવણ એટલે નહિ છપાવવું તે. જે ગુરૂની પાસેથી જે જ્ઞાનનું ઉપાર્જન કર્યું હોય, તે જ્ઞાનના ઉપાર્જનને અંગે તે ગુરૂના નામને છૂપાવવું નહિ, પણ અવસરે તે ગુરૂના નામને ઉમળકાભેર ઉચ્ચારવું, એ આ પાંચમા જ્ઞાનાચારને પરમાર્થ છે. જે ગુરૂની પાસેથી જ્ઞાનોપાર્જન કર્યું હોય, તે ગુરૂનું નામ પ્રસિદ્ધિને પામેલું ન હોય, એટલા માત્રથી તે ગુરૂના નામને ઉચ્ચારતાં અચકાવું જોઈએ નહિ અથવા તે તે ગુરૂ હીન જાતિવાળા હોય તો ય તે ગુરૂના નામને ઉચ્ચારવામાં સંકોચ પામવો જોઈએ નહિ અથવા તે પિતે વિશેષ ભણીને એ ગુરૂ કરતાં ઘણું મોટો જ્ઞાની બની