________________
૪૮૧
બીજો ભાગ –શાસ્ત્રપ્રસ્તાવના
એટલામાં પેલે ભિલ ત્યાં આવી પહોંચે. ચક્ષુ વિનાની શિવમૂર્તિને જોતાં જ તેને અતિશય ખેદ થયો. “હું ચક્ષુવાળો ને મારે શિવ ચક્ષુ વિનાને, એ બને નહિ.”— એવું વિચારીને, તેણે ભાલાથી પિતાની આંખ ઉખાડી અને એ ચક્ષુ શિવને અર્પણ કર્યું.
એથી વ્યક્તર દેવ ઘણે ખૂશ થઈ ગયે. તરત જ તેણે એ ભિલને પૂર્વવત્ ચક્ષુવાળો બનાવી દીધું અને શિવમૂર્તિ રૂપે તે ભિલ્લને ચક્ષુદેશનું રાજ્ય આપ્યું.
બ્રાહ્મણ તો જોઈ જ રહ્યું. બીજું કરે પણ શું? હૈયામાં બહુમાનને ધરનારા ક્યારે વિનયાચાર ન આચરે ?
આ ઉદાહરણ દ્વારા બહુમાન એકલું પણ કેવું ફલદાયક નિવડે છે, તેનો ખ્યાલ અપાય છે. ભિલ્લની કુરબાની એના હૈયામાં જે બહુમાન હતું, તેને આભારી હતી. બહુમાન અજબ કામ કરે છે. આવી અપેક્ષાએ વિનય કરતાં બહુમાન વધી જાય છે. ભિલ્લ જે યોગ્ય રીતિએ પૂજા નહેતે કરતે અને આશાતના જેવું જ કરતો હતો, તે તેની અણસમજને લીધે જ; બાકી તો, અવસરે તે જાન પણ કુરબાન કરે તે હતો. આવા શ્રાવકે પણ હોય છે. આમ સગવશાત મંદિર-ઉપાશ્રયની કે સાધુ-સાધ્વીની બહુ ખબર લેતા ન હોય, પણ હૈયામાં દેવ-ગુરૂ-ધર્મ પ્રત્યે અતિશય બહુમાન હેય. જ્યારે મંદિર–ઉપાશ્રય કે સાધુ-સાધ્વી ઉપર આફત આવી લાગે, ત્યારે એવાએ જણાઈ આવે. એ વખતે એવા જાનની પણ દરકાર કરે નહિ. રેજ પૂજા–સેવા કરનારા ક્યાં ય ભરાઈ ગયા હોય, ત્યારે આ નજદિકમાં, રક્ષામાં ઉભા હોય. મુદ્દો એ છે