________________
બીજે ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
૭૯. તે પણ તે વાત તેનાથી ખમી શકાઈ નહિ. તેણે તે અતિ ક્રોધવિવશ બનીને, ભણવાના પુસ્તકને પછાડતાં કહ્યું કે “ના, તમારે કશો વાંક નથી. વાંક જ બધે મારે છે.”
આ પ્રમાણે કહીને, તે ત્યાંથી તરત જ પિતાને ગામે જવાને માટે રવાના થઈગયો. પિતાને ગામે તે પોતાની તાજી પરણેલી સ્ત્રીને મૂકીને ભણવાને માટે આવ્યો હતો. નવેઢાને તજીને ભણવામાં વર્ષો ગાળવા છતાં પણ તેની વિદ્યા સફલ ન થઈ, તેથી તેણે ઘરે જઈને પણ એની સ્ત્રી ઉપર ક્રોધ કાઢો. એ બીચારીને ખૂબ માર માર્યો અને ગાળો દીધી. એના કારણમાં તે એ જ કહેતો રહ્યો કે-રાંડ! તારા પાપે, તારું સ્મરણ થવાથી, મારી વિદ્યા ફેગટ થઈ.” અણસમજથી અવિનય જે વિનય કરનાર પણ
' બહુમાનથી ફાવે છેઃ આમ, બહુમાનને અંગે અપાતું ઉદાહરણ સમાપ્ત થાય છે. વિનય હોવા છતાં પણ બહુમાન ન હોય, તો કેવું. પરિણામ આવે છે–એ જોયું ને? હવે વિનય ઘેડ હેય, વસ્તુતઃ વિનય કહી શકાય એવો વિનય ન હોય, તે છતાં, પણ બહુમાનથી ફળની પ્રાપ્તિ થાય છે–એને અંગે શાસ્ત્રોમાં અપાએલું ઉદાહરણ જૂઓ.
એક ઠેકાણે શિવમૂર્તિ હતી. એ શિવમૂર્તિને એક વ્યન્તર દેવ અધિષ્ઠાયક બન્યો હતો અને એ દેવ એ મૂર્તિના ચમત્કારને વધાર્યા કરતો હતો.
એક બ્રાહ્મણ રોજ ચન્દન, પુષ્પાદિથી તે મૂર્તિની પૂજા કરતો હતો. એમાં, એક ભિલના હૈયામાં એ મૂર્તિ ઉપર,