________________
બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
४७७ હાથણી વિગેરે જે કાંઈ કહ્યું, તે તે શા ઉપરથી કહ્યું, તે તું વિગતવાર મને કહી સંભળાવ.”
એ પહેલા વિદ્યાર્થીએ કહ્યું કે “ગુરૂદેવ ! આપની કૃપાથી મને જે જે ચિને જણાયાં, તે તે ચિહુને વિષે મેં ઉડે વિચાર કર્યો અને એથી જ હું હાથણી વિગેરે કહી શક્યો. પગના ચિહુન ઉપરથી તો જણાય કે-હાથી અગર હાથણી હશે, પણ ત્યાં માર્ગ ઉપર મૂત્રના લીસોટા પડ્યા હતા તે લીસોટા વાંકાચૂંકા હેવાથી, મેં અનુમાન કર્યું કે “અહીંથી હાથી નહિ પણ હાથણી જ ગઈ છે.” “તે હાથણી ડાબી આંખે કાણી છે” એવું અનુમાન મેં એ ઉપરથી કર્યું કેમાર્ગની જમણી બાજુએ ઘાસ ખાવાને માટે કેટલેક ઠેકાણે પ્રયત્ન કરેલો જણાયે, જ્યારે ડાબી બાજૂએ જે ઘાસ હતું તે બધે સરખું ને અખંડ હતું. વળી મેં જોયું કે-હાથણી ઉપરથી ઉતરીને બે જણાંએ પેશાબ કરેલો હતો અને તેના આકાર ઉપરથી મેં કલ્પના કરી કે-આ જગ્યાએ પુરૂષે પેશાબ કરેલ છે અને આ જગ્યાએ સ્ત્રીએ પેશાબ કરેલો છે.”જે જગ્યાએ સ્ત્રીએ પેશાબ કર્યો હતે, તે જગ્યાએ હાથના થાપાની નીશાની હતી, તેથી મેં અનુમાન કર્યું કે- એ સ્ત્રી બે હાથને ટેકે દઈને ઉભી થઈ છે, માટે તે સગર્ભા હેવી જોઈએ અને તેને પ્રસવકાળ નજદિકમાં જ હોવો જોઈએ.’ માર્ગની રેતીમાં તે સ્ત્રીનું જમણું પાસુ વધુ ઉંડુ ઉતરેલું મેં જોયું, તેથી મેં કલ્પના કરી કે તે સ્ત્રી જમણી કુખે ગર્ભવાળી હેવી જોઈએ અને તેથી તેણીના ગર્ભમાં પુત્ર રહેલે હે ઈએ.” વળી તે સ્ત્રી જે તરફ ગઈ હતી, તે તરફની કાંટાની વાડમાં લુગડું ભરાવાથી રહી જવા પામેલા તાંતણા લાલ રંગના હતા. તેને