________________
४७६
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાન માટે ટેવાએલો છે, તેનું જ આ પરિણામ છે. આવામાં બહુ માન હોત, તો કેવું સારું થાત?
એણે જે કહ્યું, તેને સાંભળતાં ગુરૂને આશ્ચર્ય થાય છે, કારણ કે–પાપને ભાવ પેલામાં છે, પણ ગુરૂમાં નથી. એવું એવું એણે કહી નાખ્યું, તે છતાં પણ ગુરૂ પૂછે છે કે-“તું આવું કયા કારણે બેલે છે? મેં તે વિદ્યા દેવામાં કે આમ્નાયાદિ આપવામાં, કઈ જગ્યાએ કઈ પ્રકારે કેઈને પણ ઠગ્ય નથી.”
ગુરૂએ તદ્દન સાચી વાત સીધી રીતિએ કહી, તેથી શાન્તિ પામવાને બદલે, પેલો બહુમાન વગરને શિષ્ય વધારે જોરવાળા રેષમાં આવીને બે કે પેલા તમારા વહાલા શિષ્ય માર્ગમાં હાથણી વિગેરે જે કાંઈ કહ્યું તે તમામ સાચું નિવડ્યું અને મારું તે કશું જ સાચું નિવડયું નહિ, તે એ તમારા ભણાવવામાં જ વાંક છે કે નહિ? જે તમે સરખું ભણાવ્યું હતું, તે બેયનું સાચું નિવડતું. આ તે, એનું કહેવું સાચું નિવડ્યું એટલે એનું સન્માન થયું અને મારું કહેવું ખોટું નિવડયું એટલે મારું અપમાન થયું. ત્યારે આટલાં વર્ષો સુધી તમારું માથાકૂટ વૈતરું કુટીને હું તે મરી ગયે, છતાં છેવટ તો મને આ જ ફલ મળ્યું ને ? કહે, આમાં વાંક તમારે નહિ તે કોનો વાંક ?”
આવા પ્રકારે, એ વિદ્યાર્થીએ પિતાના વિદ્યાગુરૂને ઘણા ઘણાં કઠોર વચને કહ્યાં; તેથી વિદ્યાગુરૂને લાગ્યું કે-આ મને નાહકને ફજેત કરશે. એટલે આની રૂબરૂ જ ખૂલાસો થઈ જાય તે સારું-એમ સમજીને, એ વિદ્યાગુરૂએ તરત જ પિલા વિદ્યાર્થીને બોલાવ્યું અને તેને પૂછયું કે-તે માર્ગમાં