________________
૪૭૮
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને જોવાથી મેં અનુમાન કર્યું કે તે સ્ત્રીએ લાલ વસ્ત્ર પહેર્યું હશે.” હવે પેલાં ડોસી માને મેં જે એમ કહ્યું કે-“તમારે ઘરે તમારે પુત્ર આવી ગયો છે તેનું કારણ એ છે કેઘડે નીચે પડીને ફુટી ગયો એટલે માટીને ઘડે માટીમાં મળી ગયો એમ ગણાય અને પાણી નદીમાં ચાલ્યું ગયું એટલે નદીનું પાણી નદીમાં મળી ગયું એમ ગણાય. આમ જે જેમાંનું હતું, તે તેમાં મળી ગયું, માટે મેં અનુમાન કર્યું કે- આ ડોસીને દીકરે આ ડોસીને તરતમાં મળવો જોઈએ.”
પહેલા શિષ્યની આવી અનુપમ બુદ્ધિપ્રતિભાને જોઈને, વિદ્યાગુરૂ સિદ્ધપુત્ર ખૂબ જ પ્રસન્ન થયા. પછી તેમણે પેલા બીજા શિષ્યને કહ્યું કે-“વત્સ ! તું જ કે–આમાં મારે દેષ છે ખરો? મેં આને કેઈ વિશેષ વિદ્યા આપી છે ખરી? ખરી વાત એ છે કે–તું પણ મારો વિવિધ પ્રકારે વિનય કરતો હતો, પરન્તુ તારા હૈયામાં મારે વિષે બહુમાન નહિ હતું. આ બધી વિદ્યાઓ તો બહુમાનગર્ભિત વિનય માગે છે. તારી સાથે જ અભ્યાસ કરતા આ બુદ્ધિમાન શિષ્યને હૈયામાં મારે વિષે સારી રીતિએ બહુમાન હતું. આનામાં સ્વાભાવિક એવી વિનયકી બુદ્ધિ પણ છે. એ બુદ્ધિ પણ સમ્યક પ્રકારના બહુ માનથી ગભિત એવા વિનયથી જ ઘણી સ્કુરે છે. હવે તું જ કહે કે-આણે જેવું નિરીક્ષણ કર્યું અને જેવી વિચારણા કરી, તેવું નિરીક્ષણ તથા તેની વિચારણા તું કરી શક્યો નહિ, એમાં મારો શો દેષ છે?” - વિદ્યાગુરૂ સિદ્ધપુત્રે જ્યારે આ રીતિએ એને સમજાવવાનો પ્રયત્ન કર્યો, ત્યારે તે નામદાર તે વળી ગુસ્સાની. ટેચે પહોંચી ગયા. વિદ્યાગુરૂએ સાચે સાચી ઉણપ બતાવી,