________________
૪૭૪.
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાનો હવે ત્યાંથી નીકળીને એ બને વિદ્યાર્થીઓ ચાલતા ચાલતા નદીના કાંઠે ગયા. ત્યાં એક વૃદ્ધ સ્ત્રી પાણી ભરવાને આવી હતી. તેણીએ ઘડામાં પાણી ભર્યું અને તેને માથે મૂક્યો.
એટલામાં, એ ડોસીએ આ બે વિદ્યાર્થીઓને જોયા. આ વિદ્યાર્થીઓને જોઈને, એ ડોસીને પિતાના પુત્રની ખબર પૂછવાનું મન થયું. એ ડોસીનો પુત્ર ઘણા વખતથી બહારગામ ગયે હતું અને તેના વિષે કાંઈ પણ સમાચાર મળ્યા નહતા. આ બન્નેને નિમિત્તજ્ઞ બ્રાહ્મણપુત્રો જાણુને, ડોસીએ પૂછયું કે-“ઘણા વખતથી પરદેશ ગયેલે મારે દીકર, ઘરે પાછો ક્યારે આવશે ?”
ડોસી આમ પૂછતી હતી–એવામાં જ ડેસીના માથેથી ઘડે નીચે પડ્યો અને ભાંગી ગયે.
આથી પિલા બીજા વિદ્યાર્થીઓ એ ડોસીને જવાબ દેતાં કહ્યું કે–“નિમિત્તશાસ્ત્રમાં એમ કહ્યું છે કે-કઈ પ્રશ્ન પૂછે ત્યારે જે કાંઈ બનાવ બને, તેને અનુસરીને તે પ્રશ્નનો ઉત્તર સમજવો. તે વખતે જે કાંઈ પરિણામ આવે, તેવું પ્રશ્નવસ્તુનું થયું છે-એમ સમજવું. આથી હું તને કહું છું કે–પ્રશ્ન પૂછતી વેળાએ તારે ઘડે ભાંગી ગયું છે, માટે તારે પુત્ર મરણ પાપે છે–એમ તું સમજી લે.”
એ વિદ્યાર્થીએ જેવું આ પ્રમાણે કહ્યું, તેની સાથે જ ડોસીએ તે રે-કકળ શરૂ કરી દીધી. તેણી એકદમ પિક મૂકીને રેવા લાગી. રેતી એવી તે ડેસીને, પહેલા વિદ્યાર્થીએ શાન્તવન આપતાં કહ્યું કે-“ડેસી મા ! તમે જરા પણ ખેદ કરે નહિ. તમે આનન્દ પામે. તમારે દીકરે તે તમારા ઘરમાં આવી ચૂક્યો છે, માટે તમે ઉતાવળાં ઘેર જાવ અને તમારા