________________
-
૪૭૨
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને ભાવથી વિનયને આચરતે હતો, જ્યારે બીજે કેવળ રૂઢિને અનુસરીને જ વિનયને આચરતો હતો. બીજાના હૈયામાં વિદ્યાદાતા પ્રત્યે બહુમાનને ભાવ નહિ હતો.
એ બને ય વિદ્યાર્થીઓને, એ સિદ્ધપુત્રે અષ્ટાંગનિમિત્ત શાસ્ત્ર ભણાવ્યું અને અષ્ટાંગનિમિત્ત શાસ્ત્રમાં તે બન્ને ય ઘણા કુશળ થયા.
એક દિવસ, કઈ કાર્ય વિશેષને અવલંબીને, એ બન્ને ય જણું સાથે બહાર ગયા. રસ્તે જતાં, રસ્તામાં પડેલાં પગલાંઓને જોઈને, બીજા વિદ્યાર્થીએ પહેલા વિદ્યાથીને કહ્યું કેઆગળ હાથી જાય છે.”
એના અનુમાનને સાંભળીને, પહેલા વિદ્યાર્થીએ કહ્યું કે-હાથી નથી જતો પણ હાથણી જાય છે. એ હાથણી ડાબી આંખે કાણી છે. એ હાથણી ઉપર સ્ત્રી-પુરૂષ બેઠેલાં છે. તેમાં જે સ્ત્રી છે, તેણીએ લાલ વસ્ત્રને ધારણ કરેલું છે. વળી તે ગર્ભિણું છે અને નજદિકના સમયમાં તેણી પુત્રને પ્રસવશે.”
પહેલા વિદ્યાર્થીની આવી વાતને સાંભળીને, બીજા વિદ્યાર્થીએ કહ્યું કે-“આવું બધું તદ્દન અસંગત શું બેલ બોલ
પહેલે વિદ્યાર્થી કહે છે કે-“મેં કાંઈ જ અસંગત કહ્યું નથી. જે કહ્યું છે, તે બરાબર જ કહ્યું છે. આપણું જ્ઞાન તે અનુભવસિદ્ધ છે. આપણે આગળ ચાલે, એટલે જે હશે તે હમણાં જ જણાઈ આવશે.”
બને છેડેક દૂર ગયા, ત્યાં તે તેમણે હાથને ઉભેલી જોઈ. એક પુરૂષ ત્યાં પાંદડાંનું ઘર બનાવી રહ્યો હતો. પાસે લાલ વસ્ત્રને પહેરીને સ્ત્રી ઉભી હતી. તે સગર્ભા હતી.