________________
.
૪૭૧
બીજે ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના અપાતા ઉaહરણનો હેતુ
હવે આપણે, આ “બહુમાન” નામના જ્ઞાનાચારને અંગે જે ઉદાહરણ અપાય છે, તે જોઈએ. બહુમાનપૂર્વકના વિનય વિના વિદ્યા ફળતી નથી. ગુરૂ સમાનભાવે, એકસરખી રીતિએ વિદ્યા આપે, છતાં ય એ વિદ્યાને બહુમાનપૂર્વકનાવિનયથી ગ્રહણ કરનારને એ વિદ્યા જેવી ફળે છે, તેવી બહુમાનવિહીન વિનયથી એ વિદ્યાને ગ્રહણ કરનારને એ વિદ્યા ફળતી નથી. વિદ્યા એની એ, ગુરૂ એના એ, આપવાની રીતિ એક જ, વિદ્યાદાનમાં ગુરૂના હદયને પ્રેમ એકસરખે અને વિદ્યાને ગ્રહણ કરનારા બનેને વિનય પણ સરખે, તે છતાં પણ એકને વિદ્યા સારામાં સારી રીતિએ ફળે છે, જ્યારે એ જ વિદ્યા બીજાને તેવા પ્રકારે ફળતી નથી, તેનું કારણ–એકમાં જે વિનય હતું તે બહુમાનપૂર્વકનું હતું અને બીજામાં જે વિનય હતું તે બહુમાનવિહીન હતો, એ જ છે. આવા અભિપ્રાયને અનુલક્ષીને અને આ અભિપ્રાય બનતાં, વિનયવાળા હોવા છતાં પણ જે બહુમાનવિહીન હોય, તેઓ બહુમાનપૂર્વકના વિનયવાળા બનેએવી આશા રાખીને, આ ઉદાહરણ આપવામાં આવે છે. તમારે પણ આ ઉદાહરણને એ જ હેતુને લક્ષ્યમાં રાખીને સાંભળવાનું છે. એ માટે ઉદાહરણના હેતુનું વર્ણન અત્રે પહેલું કરવામાં આવ્યું. વિદ્યાગુરૂના બહુમાન અંગે ઉદાહરણ : . એક સિદ્ધપુત્રની પાસે બે વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા. એ બન્ને ચ વિદ્યાર્થીઓ વિનયને આચરવામાં કુશળ હતા, પરંતુ એક પિતાના વિદ્યાદાતા ગુરૂ પ્રત્યેના બહુમાન