________________
બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના
૪૬૯ એકમાં બહુમાન છે, પણ વિનય નથી. (૩)એકમાં વિનય છે, પણ બહુમાન નથી. અને (૪) એકમાં બહુમાન પણ નથી અને વિનય પણ નથી. આ ચતુર્ભગીમાં વિનય અને બહુમાનઉભય હેય એ સર્વશ્રેષ્ઠ પ્રકાર છે. એથી ઉતરતો પ્રકાર બહુમાન છે પણ વિનય નથી–એ છે. બહુમાન નથી અને વિનય છે એની તો કાંઈ ખાસ કિંમત જ નથી, જ્યારે વિનય ને બહુમાન–બે ય નથી, એ તે સર્વથા નકામે જ છે. બહુમાનથી એકાન્ત કલ્યાણ
વિનય, એ છે શારીરિક ક્રિયાવિશેષ, જ્યારે બહુમાન એ છે આન્તરિક ભાવવિશેષ. શારીરિક ક્રિયાવિશેષ તો દેખાવ રૂપ પણ હેય, કેમ કે-એ બહાર દેખાડાય છે, એટલે બહુમાન વિના પણ વિનય હોઈ શકે છે. વિનય હોય ત્યાં બહુમાન હોય પણ ખરું અને ન પણ હોય; જ્યારે બહુમાન હોય તે શક્તિ-સમજ સામગ્રીના અભાવે જ વિનય ન હોય, પણ એ વિના તે નિયમા વિનય હોય જ; કેમ કે–જેના પ્રત્યે બહુમાન છે, હૃદયનું આકર્ષણ છે, તે શક્ય હોય તો વિનય દ્વારા પ્રદર્શિત થયા વિના રહી શકતું નથી. વાસ્તવિક રીતિએ, બહુમાન જ કલ્યાણ કરે છે. વિનય જે બહુમાનપૂર્વકને હેય, તે એ વિશેષ કલ્યાણકર બને. બહુમાન વિનાને વિનય તે દંભ રૂપ પણ હોય. સ્વાર્થસાધનાને માટે પણ હેય. એની કાંઈ કિંમત અંકાય નહિ. એ તે, વિનયગુણને વ્યભિચાર માત્ર છે. એટલે વિનયથી તો ઊલટા સાવધ રહેવું પડે. શ્રી ઉદાયન રાજાને ઘાત કરનારે, મુનિષમાં કે વિનય સાચહતા? વિનયરત્ન-એવા નામને તે અધિકારી થયે હતું !
૩૦