________________
४६८
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાનો અનુસરે એવી ઈચ્છા થાય; એમના દોષને ઢાંકવાને બદલે, એમના ની વાત કરતાં હૈયે ચીરાડ પડે નહિ, તેમના અભ્યદયનું ચિન્તન કરવાને બદલે, તેમને અપયશ કરવામાં સામેલ થવાય; તેમની દુર્દશાથી દુઃખિત થવાને બદલે, “આપણે શું કરીએ? એ તો કરે એવું પામે –એવું એવું બોલવાનું મન થાય અને તેમના સાચા અભ્યદયથી રાજી થવાને બદલે, તેમને અધઃપાત થાય-એવી રીતિએ તેમને વર્તાવવાની પેરવી કરાય–આવું પણ આજે ચાલી રહ્યું છે, માટે તમે એવા કેઈ પાપમાં ન આવી જાવ, તેનાથી તમારે સાવધ રહેવા જેવું છે. વિનય બહુમાનની ચતુર્દશી:
બહુમાન એટલે અન્તરની પ્રીતિ, હદયને ભક્તિભાવ વિશેષ. કેઈ સાધુને શરીરે વા આવ્યું હોય અને તેથી તે નમી શક્તો ન હોય, એટલે વિનોપચાર ન કરે, પણ હૃદયમાં બહુમાન હોય તે ભક્તિ ભારેભાર હોય; હદયથી તે તે ઝુકી પડતો હોય. હૃદયના આ ભાવનું નામ છે બહુમાન. બહુમાન એટલે અંતરંગ પ્રેમ, હાર્દિક સ્નેહ. બિમારી ભેગવતે શિષ્ય સંથારાવશ છે; ગુરૂ આવે તો તે ઉભે થઈ શકતો નથી; આસનાદિ આપી શકતા નથી; હાથેય એવા જડાઈ ગયેલા છે કે--હાથ પણ જોડી શક્તા નથી; એમ વિનયના પ્રકારોમાને કેઈ પણ પ્રકાર યદ્યપિ સાચવી શકતો નથી, તથાપિ હૃદયમાં તો આ તમામ સમાએલું છે, કેમ કે–ત્યાં બહુમાન વિરાજમાન છે. વિનય અને બહુમાનને અંગે ચૌભંગી થાય છે. (૧) એકમાં વિનય પણ છે અને બહુમાન પણ છે. (૨)