________________
શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાન
પ્રકાશ તેમ તેના
અને હૈયું જે
સાલ્યા વિના રહે નહિ.
હવે બહુમાનનું પાંચમું લક્ષણ એ છે કે જેના પ્રત્યે બહુમાન હોય, તેની દુર્દશામાં જેમ અત્યન્ત દુખિત થઈ જાય, તેમ તેના અભ્યદયમાં અત્યન્ત હર્ષિત થઈ જાય. અભ્યદય પેલાને થાય અને હૈયું આનું નાચી ઉઠે. અભ્યદય એની મેળે થાય, તો પણ જે અત્યન્ત રાજી થાય, તે અભ્યદય થાય એવો શક્ય પ્રયત્ન કર્યા વિના રહે ખરો ?
આ પાંચ લક્ષણ દ્વારા, બહુમાન છે કે નથી, તે ઘણે ભાગે જાણી શકાય છે. વિશિષ્ટ જ્ઞાની તે જ્ઞાનના બળે જાણી શકે, પણ આપણે તે લક્ષણે જ જેવાં પડે. જેના હૈયામાં બહુમાન હોય, તેના હૈયામાં જેના પ્રત્યે બહુમાન હોય તેને માટે આવા પાંચેય પ્રકારના ભાવે પ્રાદુર્ભત થયા વિના રહે નહિ અને એ ભાવે શક્તિ-સામગ્રીના વેગને અનુસારે અમલી બન્યા વિના પણ રહે નહિ. બહુમાન, એ એક પ્રકારની આત્યંતર પ્રીતિ જ છે, પણ બહુમાનની પ્રીતિમાં વિશેષતા એ હોય છે કે–એ પ્રીતિ ભક્તિભાવથી ભરેલી હોય છે. જેના ઉપર તમને ખરેખરી પ્રીતિ હેય છે, ગાઢ સ્નેહ હોય છે, તેના માટે તમારા હૈયામાં કેવા કેવા ભાવ જાગે છે, એને જે વિચાર કરે, તે તમને બહુમાનના ગે હૈયામાં કેવા કેવા ભાવ પેદા થવા પામે છે, તેને ખ્યાલ આવ્યા વિના રહે નહિ. તમારી આજની પ્રીતિ મેટે ભાગે સ્વાર્થી છે, એટલે કદાચ તમને આ ચીજને સાચો ખ્યાલ ઝટ નહિ આવી શકે, પરન્તુ તમે જે કઈ પ્રત્યે નિઃસ્વાર્થ પ્રીતિવાળા અથવા તો પૂર્વભવના ત્રાણાનુબંધી નેહવાળા હશે, તો એને વિચાર કરતાં, તમને આ વસ્તુનો ઘણું જ સહેલાઈથી ખ્યાલ આવી